Sharad Purnima 2022: આસો મહિનાની પૂનમને શરદ પૂનમ કહે છે. આજે શરદ પૂનમ છે અને શરદ પૂનમની રાતે ચંદ્રમાની રોશનીમાં  ખીર બનાવીને મૂકવાની પરંપરા છે. એવી માન્યતા છે કે શરદ પૂનમની રાતે ચંદ્રમાના કિરણોમાંથી અમૃત વર્ષા થાય છે અને એટલે ખીર બનાવીને થોડો સમય ચંદ્રમાની શીતળ રોશનીમાં રાખવી જોઈએ અને પછી તેનું સેવન કરવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવી પણ માન્યતા છે કે શરદ પૂનમની રાતે જ ભગવાન કૃષ્ણએ મહારાસ કર્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણએ વાંસળી વગાડીને ગોપીઓને પોતાની પાસે બોલાવી અને ઈશ્વરીય અમૃતનું રસપાન કરાવ્યું હતું. આથી શરદ પૂનમની રાતનું વિશેષ મહત્વ છે. આ રાતે ચંદ્રમાં પોતાની 16 કળાઓ સાથે પૃથ્વી પર શીતળતા, પોષકશક્તિ અને શાંતિરૂપી અમૃતવર્ષા કરે છે એવી માન્યતા છે. 


શરદ પૂનમની રાતે શું કરવું અને શું ન કરવું
- દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રમાની ચાંદની સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખુબ જ લાભકારી ગણવામાં આવી છે. આ દિવસે ચંદ્રમાની ચાંદનીનો લાભ લેવો જોઈએ. જેથી  કરીને આખુ વર્ષ તમે સ્વસ્થ અને પ્રસન્ન રહો. 


- નેત્રજ્યોતિ વધારવા માટે રાતે 15થી 20 મિનિટ સુધી ચંદ્રમા તરફ જોવાનો અભ્યાસ કરો. 


- આ રાતે સોઈમાં દોરો પરોવવાનો અભ્યાસ કરવાથી પણ આંખોની રોશની વધે છે. 


- શરદ પૂનમ પર ચંદ્રમાની ચાંદની ગર્ભવતી મહિલાની નાભિ પર પડે તો ગર્ભ પુષ્ટ થાય છે. 


- આ દિવસે શારીરિક સંબંધોથી દૂર રહેવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આ દિવસે સંબંધ બાંધવાથી પેદા થયેલું સંતાન વિકલાંગ થવાની આશંકા રહે છે. 


આ રીતે ખાવી જોઈએ ખીર
શરદ પૂનમે ખીર અવશ્ય બનાવવી જોઈએ અને તેનો ભોગ લગાવવો જોઈએ. શરદ પૂનમે માતા લક્ષ્મીનું પણ પૂજન થાય છે અને માતા લક્ષ્મીને ખીર અત્યંત પ્રિય છે. ખીરને કાં તો લોઢાના કે પછી પીત્તળના પાત્રમાં બનાવવી જોઈએ. રાત્રે 8 વાગે ઝીણા કપડાંથી ઢાંકીને ચંદ્રમાની શીતળ ચાંદનીમાં રાખેલી ખીર 11 વાગ્યાની આસપાસ માતા લક્ષ્મીને ભોગ ધરાવીને પ્રસાદ તરીકે ખાવી જોઈએ. મોડી રાતે ખીર ખવાય છે એટલે ઓછી માત્રામાં ખાવી જોઈએ. 


ખીર ખાવાથી થતા લાભ
એવું કહેવાય છે કે શરદ પૂનમની રાતે ચંદ્રમાની ચાંદનીમાં રાખેલી ખીર ખાવાથી અનેક રોગોમાંથી મુક્તિ મળે છે. આ ખીર ચામડીના રોગોથી પરેશાન લોકો માટે અમૃત સમાન ગણાય છે અને આ સાથે જ આ ખીર આંખોની રોશની વધારનારી પણ માનવામાં આવે છે. આ ખીર ખાવાથી વાણીના દોષ દૂર થાય છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. 


આ Video પણ ખાસ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube