Sharad Purnima 2022: ગણતરીના કલાકોમાં આ જાતકોનું ભાગ્ય પલટાઈ જશે, `છપ્પરફાડ ધનવર્ષા`ના યોગ
એવી માન્યતા છે કે શરદ પૂનમના દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ હોય છે. આથી શરદ પૂનમની રાતે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે તેમની પૂજા કરવાથી ધનની કમી દૂર થાય છે અને જીવનભર માતા લક્ષ્મીની કૃપા રહે છે. આ વખતે આ 4 રાશિના જાતકોનું તો ભાગ્ય જ પલટાઈ જશે.
Sharad Purnima 2022 Remedies: શુક્લ પક્ષમાં આવતી પૂર્ણિમાનું અલગ જ મહત્વ હોય છે. આસો મહિનાની પૂનમ શરદ પૂનમ તરીકે ઓળખાય છે. આ વખતે શરદ પૂનમ 9 ઓક્ટોબરના દિવસ છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે આ દિવસે ચંદ્ર પોતાની 16 કળાઓથી પરિપૂર્ણ હોય છે. આથી શરદ પૂનમની રાતે આકાશમાંથી અમૃત વર્ષા થાય છે. આ દિવસે માતા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્વ હોવાનું કહેવાય છે.
આ દિવસે તેમની પૂજા કરવાથી ધનની કમી દૂર થાય છે અને જીવનભર માતા લક્ષ્મીની કૃપા રહે છે. શરદ પૂનમ પર ગ્રહ ગોચરની પણ 12 રાશિઓ પર અસર પડે છે. પરંતુ કેટલીક રાશિઓ જાતકોને તો આ દિવસે વિશેષ રીતે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. આવો જાણીએ કયા જાતકોને કેટલો લાભ થવાનો છે.
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકો માટે શરદ પૂનમનો દિવસ ખાસ છે. આ દિવસે આવકમાં વધારો થવાના યોગ છે. જાતકોના અટકેલા કામ પૂરા થતા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં કાર્યસ્થળ ઉપર પણ તમારા કામને બિરદાવવામાં આવશે. મુસાફરીના યોગ છે. યાત્રાથી ધનલાભની પણ શક્યતા છે. જો રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય અનુકૂળ છે. પૈસાની પણ બચત કરી શકશો. જો વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો જલદી આ ઈચ્છા પૂરી થતી જોવા મળી શકે છે.
કન્યા રાશિ
આ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ છે. આ લોકો માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવશે. આ દરમિયાન આર્થિક લાભ થવાની શક્યતા પણ જોવા મળી રહી છે. પરિવારનો પૂરેપૂરો સહયોગ મળશે. કાર્યસ્થળ પર લોકપ્રિયતામાં વધારો થશે. શરદ પૂનમ પર બોસની પણ પ્રશંસા મળશે. આવકમાં વધારો થઈ શકે છે. વેપારીઓ માટે શરદ પૂનમનો દિવસ ખાસ છે. ધનલાભની શક્યતા છે.
તુલા રાશિ
આ રાશિના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. કોઈ પણ કામમાં જીતના પૂરેપૂરા ચાન્સ છે. અટકેલા કામો પૂરા થશે. કાર્યક્ષેત્રમાં કોઈ મોટી અને નવી જવાબદારી મળી શકે છે. ઓફિસના કામથી બહાર મુસાફરી પર જવું પડી શકે છે. જેનાથી ધનલાભના યોગ છે. એટલું જ નહીં જરૂરી કામોમાં પાર્ટનરનો પૂરો સહયોગ મળશે. આ દિવસનો યોગ્ય રીતે ઉપયોગ કરો. કારણ કે આ દિવસે તમારા પર માતા લક્ષ્મી સંપૂર્ણ રીતે મહેરબાન છે.
ધનુ રાશિ
શરદ પૂનમ પર ધનુ રાશિના લોકોને રોકાણમાં લાભ થઈ શકે છે. પાર્ટનરશીપના કામથી ભારે નફાના ચાન્સ છે. પાર્ટનર સાથેના સંબંધ મજબૂત થશે. આ દરમિયાન નવી નોકરી મળી શકે છે. એટલું જ નહીં કાર્યસ્થળ પર કામને પણ બિરદાવવામાં આવી શકે છે. જૂના રોકાણથી લાભ મળવાના સંકેત છે. માતા લક્ષ્મીની કૃપાથી જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube