Navratri 2022: આ નવરાત્રિમાં હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા, શુભ કે અશુભ? જાણો ધાર્મિક મહત્વ
Shardiya Navratri 2022: આ વખતે નવરાત્રિની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને માં દુર્ગા આ વખતે હાથી પર સવાર થઈને આવશે. આવો જાણીએ તેનું શું છે ધાર્મિક મહત્વ?
નવી દિલ્હીઃ Navratri 2022: હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ હોય છે અને વર્ષમાં 4 વખત નવરાત્રિ આવે છે. તેમાંથી બે ગુપ્ત નવરાત્રિ, એક ચૈત્ર નવરાત્રિ અને એક આસો નવરાત્રિ સામેલ છે. તેમાં આસો નવરાત્રિનું વિશેષ મહત્વ છે અને તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આસો નવરાત્રિ આસો મહિનામાં શુદ પક્ષની એકમથી શરૂ થાય છે. (Shardiya Navratri 2022 Date) આ વખતે આસો નવરાત્રિની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થશે અને 5 ઓક્ટોબરે પૂર્ણ થશે. જેટલું મહત્વ નવરાત્રિનું હોય છે એટલું માં દુર્ગાના તે વાહનનું હોય છે જેના પર તે સવાર થઈને આવે છે. આવો જાણીએ આસો નવરાત્રિમાં માં દુર્ગાની સવારી શું હશે?
હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ આસો નવરાત્રિમાં માં દુર્ગાની સવારી ખુબ મહત્વપૂર્ણ હોય છે. તેમની સવારીથી શુભ તથા અશુભનો અંદાજ લગાવી શકાય છે. આ વર્ષે નવરાત્રિમાં માં દુર્ગાનું વાહન હાથી હશે. આ વખતે માં દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આ વખતે આસો નવરાત્રિ સોમવારથી શરૂ થઈ રહી છે અને જો નવરાત્રિ સોમવારથી શરૂ થાય તો માં દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે.
માં દુર્ગાની સવારી શુભ કે અશુભ
દર નવરાત્રિમાં માં દુર્ગા અલગ-અલગ વાહનો પર સવાર થઈને આવે છે. માં દુર્ગાની સવારી ઘોડા, ભેંસ, ડોલી, મનુષ્ય, હોડીની સાથે હોય છે. આ બધા વાહન શુભ તથા અશુભ સંકેત આપે છે. માન્યતા છે કે જો માં દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે તો તે પોતાની સાથે સુખ-સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારી સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube