શિવસેના સાથે સત્તામાં ભાગીદાર બનવું વિનાશકારી પગલું સાબિત થશેઃ સંજય નિરૂપમ
સંજયે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, `મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય અંકગણિતમાં કોંગ્રેસ-એનસીપીની સરકાર બનવી અશક્ય છે. કોંગ્રેસે કોઈ પણ પરિસ્થિતિમાં શિવસેના સાથે સત્તામાં ભાગીદારી કરવા અંગે ન વિચારવું જોઈએ.`
મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક બાજુ શિવસેના-એનસીપીમાં કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવવાની હલચલ તેજ થઈ છે ત્યારે કોંગ્રેસમાં શિવસેના સાથે સત્તામાં ભાગીદાર બનવા અંગે વિવિધ નેતાઓ જુદો-જુદો અભિપ્રાય આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે હોર્ટ ટ્રેડિંગના ભયથી કોંગ્રેસના તમામ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ તમામ ધારાસભ્યો સાથે જયપુરમાં પહોંચ્યા છે. એવું કહેવાય છે કે, એનસીપી શિવસેના ગઠબંધનને કોંગ્રેસ બહારથી ટેકો આપી શકે છે.
જોકે, આ બધાની વચ્ચે મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સંજય નિરૂપમે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના શવિસેના સાથે મળીને સરકાર બનાવવાની રણનીતિને વિનાશકારી પગલું જણાવ્યું છે. સંજયે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, "મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય અંકગણિતમાં કોંગ્રેસ-એનસીપીની સરકાર બનવી અશક્ય છે. તેના માટે શિવસેનાનો ટેકો જોઈએ. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં શિવસેના સાથે સત્તામાં ભાગીદારી કરવા અંગે ન વિચારવું જોઈએ. આ બાબત પાર્ટી માટે વિનાશકારી પગલું ગણાશે."
બીજી તરફ કોંગ્રેસના યુવા નેતા અને મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મિલિંદ દેવડાને લાગે છે કે, રાજ્યપાલે સરાકર બનાવવા માટે એનસીપી-કોંગ્રેસ ગઠબંધનને આમંત્રણ મોકલવું જોઈએ. મિલિંદ દેવડાએ પોતાની ટ્વીટમાં લખ્યું કે, "રાજ્યમાં ભાજપ-શિવસેના પછી એનસીપી-કોંગ્રેસનું ગઠબંધન બીજું સૌથી મોટું ગઠબંધન છે અને જો ભાજપ-શિવસેના સાથે મળીને સરાકર ન બનાવતા હોય તો અમને તક મળવી જોઈએ."
ઉલ્લેખનીય છે કે, રાજ્યના રાજ્યપાલ તરફથી ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મોકલી દેવાયું છે. પરંતુ મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ હજુ કોઈ અંતિમ નિર્ણય સુધી પહોંચી શક્યા નથી અને તેઓ કેન્દ્રીય મોવડીમંડળ પર અંતિમ નિર્મય છોડે દેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
જુઓ LIVE TV....
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube