શરજીલ ઇમામે દિલ્હી પોલીસ પૂછપરછમાં સ્વિકાર્યું- AMU માં આપ્યું હતું ભડકાઉ ભાષણ
નાગરિકતા કાનૂનને લઇને ભડકાઉ ભાષણ આપનાર જેએનયૂ (JNU)ના વિદ્યાર્થી અને દેશદ્વોહના આરોપી શરજીલ ઇમામ (Sharjil Imam)એ પોલીસ સમક્ષ સ્વિકાર્યું છે કે વીડિયોમાં ભડકાઉ ભાષણ આપનાર વ્યક્તિ તે જ છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચના ઓફિસરે શરજીલને પૂછ્યું કે જે તમારા ભાષણનો વીડિયો ખાસકરીને અલીગઢવાળો વાયરલ થયો જેના પર એફઆઇઆર પણ નોંધાઇ છે.
નવી દિલ્હી: નાગરિકતા કાનૂનને લઇને ભડકાઉ ભાષણ આપનાર જેએનયૂ (JNU)ના વિદ્યાર્થી અને દેશદ્વોહના આરોપી શરજીલ ઇમામ (Sharjil Imam)એ પોલીસ સમક્ષ સ્વિકાર્યું છે કે વીડિયોમાં ભડકાઉ ભાષણ આપનાર વ્યક્તિ તે જ છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચના ઓફિસરે શરજીલને પૂછ્યું કે જે તમારા ભાષણનો વીડિયો ખાસકરીને અલીગઢવાળો વાયરલ થયો જેના પર એફઆઇઆર પણ નોંધાઇ છે, શું આ વીડિયો તમારો જ છે? અથવા કોઇ વીડિયોમાં છેડછાડ લાગી રહી છે.
તેના પર શરજીલે કહ્યું કે 'વીડિયો મારો જ છે કોઇ છેડછાડ થઇ નથી. પરંતુ આ મારી આખી ક્લિપ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે શરજીલ અલીગઢવાળા વીડિયોની વાત કરી રહ્યો હતો. જોકે શરજીલનો એક કલાકનો વીડિયો છે. ભાષણ આપતાં-આપતાં તે ક્રમમાં જોશ-જોશમાં બોલી ગયો.
જોકે શરજીલ સાથે પૂછપરછ કરનાર ક્રાઇમ બાંચ અને સ્પેશિયલ સેલના ઓફિસરોનું માનવું છે કે શરજીલે સમજી વિચારીને રણનીતિ હેઠળ આ ભાષણ આપ્યું હતું. સ્પેશિયલ સેલના અનુસાર શરજીલ સેલ્ફ રેડિક્લાઇઝ ખૂબ વધુ છે. શરજીલ સાથે પૂછપરછની વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે. શરજીલે પૂછપરછમાં ક્રાઇમ બાંચને જણાવ્યું કે તેને પોતે આપેલા ભાષણ પર કોઇ પસ્તાવો નથી અને તે નાગરિકતા કાનૂનને લઇને પોતાનો વિરોધ ચાલુ રાખશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube