નવી દિલ્હી: સ્વ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન બાદ હજુ પણ ઘણા એવા લોકો છે જે તેમના સાથે જોડાયેલી યાદોને શેર કરી રહ્યાં છે. દરેક સામાન્ય અને ખાસ લોકો તેમને અલગ અલગ રીતે યાદ કરી રહ્યાં છે. આવી જ એક ઘટના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખરર્જીની દિકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. શર્મિષ્ઠા મુખર્જીએ યાદ કરતા લખ્યું હતું કે એક વાર તેમના પેટ ડોગ ‘ડાકુ’એ વાજપેયીજીને મોર્નિંગ વૉક સમયે બચકું ભર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: પોખરણ પરિક્ષણ સમયે એક માત્ર દેશ જેણે ભારતને કર્યું હતું સમર્થન, વાજપેયીને ગણાવ્યા ‘સાચા મિત્ર’


શર્મિષ્ઠા મુખરર્જીએ યાદ કરતા લખ્યું હતું કે, હું તે સમયે નાની હતી. એક દિવસ મોર્નિંગ વૉક સમયે વાજપેયીજીને અમારા પેટ ડોગે બચકું ભરી લીધુ હતું. જ્યારે મારી માતાને આ વાતની જાણ થઇ, તેઓ તરત વાજપેયીજીને જોવા માટે પહોંચી ગયા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તે સમયે વાજપેયીજીએ તેમના હસવા સાથે તેમનું સ્વાગત કર્યું. એટલું જ નહીં, તેમણે ઘરમાં ઉગાડેલા શાકભાજી માતાને ભેટમાં આપી હતી. શર્મિષ્ઠાએ યાદ કરતા લખ્યું કે, અમે લોકો એકબીજાના સારા પડોશી હતા. તેઓ તેમની કેટલીક યાદો અમારા માટે છોડી ગયા છે.


જ્યારે અટલજીએ કહ્યું ‘મહાન ભારત માટે બીજો જન્મ લઇ શીશ નમાવવા તૈયાર રહીશ’


શર્મિષ્ઠાના પિતા અને દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ પણ વાજપેયીના નિધન દુ:ખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીના નિધનથી હૃદય ખૂબ જ દુઃખી છે. જેનું કારણ છે કે તેઓ વિરોધ પક્ષમાં કટ્ટર વિરોધી હતા. તેઓ ખુબજ લોકતાંત્રિક વ્યક્તિ હતા. તેમની મોતથી ભારતે તેનો મહાન દિકરો ગુમાવ્યો છે.