તિરુવનંતપુરમ: કોંગ્રેસના નેતા શશિ થરુરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે જો 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો તે 'હિંદુ પાકિસ્તાન' જેવા હાલાત પેદા કરશે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસ ભારતને નીચુ દેખાડવા અને હિંદુઓને બદનામ કરવામાં કોઈ કસર છોડતી નથી. અહીં એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ નવું બંધારણ લખશે જે ભારતને પાકિસ્તાન જેવા દેશમાં બદલવાનો રસ્તો સાફ કરશે, જ્યાં અલ્પસંખ્યકોના અધિકારોનું કોઈ સન્માન હશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ છે કે તિરુવનંતપુરમાં એક કાર્યક્રમમાં શશિ થરુરે કહ્યું કે ભાજપ 2019માં લોકસભાની ચૂંટણી જીતશે તો તે હિંદુ પાકિસ્તાન જેવા હાલાત પેદા કરશે. આપણું લોકતાંત્રિક બંધારણ ખતમ થઈ જશે કારણ કે તેમની પાસે એ માટેના તમામ તત્વો છે. તેમનું નવું બંધાણ હિંદુ રાષ્ટ્રના સિદ્ધાંતો પર આધારિત હશે. જેનાથી અલ્પસંખ્યકોની સમાનતાના અધિકાર ખતમ થઈ જશે. આવામાં દેશ હિંદુ પાકિસ્તાન બની જશે.



સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ માફી માંગે
થરૂરના આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ દેશને નીચું દેખાડવા અને હિંદુઓને બદનામ કરવામાં કોઈ કસર બાકી રાખતી નથી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે થરુર કહે છે કે ભાજપ 2019માં સત્તામાં આવશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે! બેશર્મ કોંગ્રેસ ભારતને નીચુ દેખાડવાની કોઈ તક છોડતી નથી. હિંદુ આતંકવાદીઓથી લઈને હિંદુ પાકિસ્તાન સુધી... કોંગ્રેસની પાકિસ્તાનને ખુશ કરનારી નીતિઓનો કોઈ જવાબ નથી. પાત્રાએ આ બદલ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને માફી માંગવા પણ કહ્યું.