લખનઉ : લોકસભા ચૂંટણી 2019 માટે અભિનેતા સાંસદ શત્રુઘ્ન સિન્હાની પત્ની પૂન સિન્હાએ ગુરૂવારે લખનઉ લોકસભા સીટથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દરમિયાન તેમનાં પતિ શત્રુઘ્ન સિન્હા પણ હાજર રહ્યા હતા. શત્રુઘ્નએ પોતાની પત્ની માટે લખનઉમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો. જો કે આ વાત કોંગ્રેસ ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમને પસંદ નહોતો આવ્યો. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા શત્રુને પાર્ટી ધર્મ નિભાવવાની સલાહ આપી હતી. શત્રુઘ્ન પણ તડની સામે ફડ કરવાનાં મુડમાં જ હતા. તેમણે પણ પોતાના ચિરપરિચિત અંદાજમાં કહ્યું કે, પરિવારને સપોર્ટ કરવો મારુ કર્તવ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ

લખનઉમાં રાજકીય ગણીતમાં ગડબડ
શત્રુઘ્ન સિન્હાએ ભાજપમાં બળવો કરીને કોંગ્રેસનો સાથ પકડ્યો હતો. એટલું જ નહી પટના સાહિબથી તેમણે ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ તેમની પત્ની સપાની ઉમેદવારી મુદ્દે લખનઉથી ચૂંટણી મેદાને છે. યુપીમાં કોંગ્રેસ - સપા વચ્ચે ગઠબંધન નહી થવાનાં કારણે બંન્ને પાર્ટીનાં નેતાઓ અસહજ અનુભવી રહ્યા છે. 
Video: સાધ્વી પ્રજ્ઞાની હૃદય દ્રાવક જેલયાત્રા, યાદ કરતા તેઓ પણ રડી પડ્યા

ભાજપનો અભેદ્ય કિલ્લો છે લખનઉ
લખનઉને ભાજપનો અભેદ્ય દુર્ગ કહેવાઇ શકે છે. ગત્ત 28 વર્ષથી ભાજપનો કબ્જો છે આ સીટમાં. ભાજપ 1991થી આ સીટ પર બેઠેલા છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આ પરંપરા સીટ રહી છે. ભાજપે 1991, 1996, 1998, 1999 અને 2004ની લોકસભા ચૂંટણીને આ સીટથી જીતી છે. 2009માં લાલજી ટંડનને ભાજપને અહીંથી ઉતાર્યું. તેમને પણ જીત મળી. 2014માં રાજનાથ સિંહ આ સીટથી ભારે મતોથી જીત થઇ. હવે સિંહ આ સીટથી ફરીથી ચૂંટણી લડી રહ્યા છે.