કોંગ્રેસ નેતા શત્રુઘ્ન સિન્હાએ આ કામ માટે પીએમ મોદી અને અમિત શાહની કરી પ્રશંસા
બોલીવુડના જાણીતા અભિનેતા અને પટના સાહિબના પૂર્વ સાંસદે બીજા ટ્વીટમાં લખ્યું, `રાજનીતિ તેની જગ્યા છે, ચૂંટણી પોતાની જગ્યા છે, આ માનવતા રાષ્ટ્રીય હિતમાં છે. આપાત સ્થિતિમાં આટલી જલદી મદદ માટે હું આભારની સાથે તમને અને તમારા લોકોને હંમેશાની જેમ સલામ કરુ છું.`
નવી દિલ્હીઃ ભાજપમાં રહીને પીએમ મોદી અને અમિત શાહ વિરુદ્ધ મોરચો ખોલનાર શત્રુઘ્ન સિન્હા જ્યારથી કોંગ્રેસમાં ગયા છે આ બંન્ને પત્યે તેમનો દ્રષ્ટિકોણ બદલી ગયો છે. બિહારી બાબૂના નામથી જાણીતા કોંગ્રેસના નેતાએ પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને સલામ કરી છે. કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના વુહાન શહેરથી ભારતીય છાત્રોને કાઢવા માટે તેમણે બંન્નેની પ્રશંસા કરી છે.
શત્રુઘ્ન સિન્હાએ ટ્વીટ કર્યું, 'કારણ કે હું સ્પષ્ટ બોલવા માટે પ્રસિદ્ધ કે બદનામ રહ્યો છું, હું તમારી, તમારા પીએમઓ અને ગૃહ પ્રધાન અમિત શાહની પ્રશંસા કરુ છું. હું એર ઈન્ડિયા અને તેના ક્રૂની પણ પ્રશંસા કરુ છું જે ચીનના વુહાન શહેરથી આપણા બાળકો અને વિદ્યાર્થીઓને કાઢીને લાવ્યા છે.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube