શીલા દીક્ષિતનું નિધન, કાલે થશે અંતિમ સંસ્કાર, 2 દિવસનો રાજકીય શોક જાહેર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શીલા દીક્ષિત (Sheila Dikshit) નું શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થઇ ગયું. તેઓ 81 વર્ષનાં હતા અને લાંબા સમયથી બિમાર હતા.
નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શીલા દીક્ષિત (Sheila Dikshit) નું શનિવારે બપોરે દિલ્હીમાં નિધન થઇ ગયું. તેઓ 81 વર્ષનાં હતા અને લાંબા સમયથી બિમાર હતા. તેમને આજે સવારે દિલ્હીની એસ્કાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હાલનાં સમયમાં તેઓ દિલ્હી પ્રદેશ કોંગ્રેસનાં અધ્યક્ષ હતા. બીજી તરફ હોસ્પિટલની તરફથી કહેવામાં આવ્યું કે, શીલા દીક્ષિતને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું લાંબી માંદગી બાદ નિધન
સ્થિતી સુધર્યા બાદ ફરીથી હૃદય રોગનો હુમલો આવ્યો. તેમનું પાર્થિવ દેહ રવિવારે કોંગ્રેસ મુખ્યમથકમાં રાખવામાં આવશે. કાલે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ઘણા લાંબા સમયથી તેઓ બિમાર હતા. દિલ્હી ભાજપે શીલા દીક્ષિતનાં નિધન બાદ પોતાનાં તમામ કાર્યક્રમ રદ્દ કરી દીધા છે. હાલમાં જ શીલા દીક્ષિત એઆઇસીસીમાં રાષ્ટ્રીય રાજધાની મુદ્દાના વડા પીસી ચાકો સાથે ચાલી રહેલા મતભેદો મુદ્દે માધ્યમોમાં છવાયેલા રહ્યા હતા.
શનિવારે જ આટલી મોટી બેક બંધ થવાની જાહેરાત, રવિવારે આ રીતે ઉપાડી શકો છો પૈસા
સોનભદ્ર ઘટનાના પીડિત પરિવારોને મળીને પ્રિયંકા ગાંધીની આંખો ભીની થઈ, જુઓ VIDEO
અત્રે ઉલ્લેખનીય છે કે, શીલા દીક્ષિત ઇંદિરા ગાંધીના સમયથી ગાંધી પરિવારનાં નજીકનાં લોકો પૈકીનાં એક હતા. તેઓ દિલ્હીનાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેઓ 15 વર્ષ સુધી દિલ્હીનાં મુખ્યમંત્રી રહ્યા. દિલ્હીનાં વિકાસમાં તેમનું અનોખુ યોગદાન છે. આ ઉપરાંત તેઓની ગણના ઉત્તમ રાજનેતાઓમાં પણ થાય છે. કોંગ્રેસમાં પણ તેઓનું સ્થાન ઉંચેરુ હતું. ઇંદિરા ગાંધી બાદ રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સુધી તેમનો દબદબો જળવાયેલો રહ્યો હતો.