નવી દિલ્હી : એન એન વોહરાની જમ્મુ કાશ્મીરનાં નવા રાજ્યપાલ તરીકે એક દશકનો કાર્યકાળ પુર્ણ કર્યો છે. કેન્દ્ર સરકારે બિહારના રાજ્યપાલને જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપી છે. આશરે 51 વર્ષ બાદ એવું પહેલીવાર થઇ રહ્યું છે. જ્યારે કોઇ રાજનેતાને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હોય. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણય કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિમાં પરિવર્તન દર્શાવે છે. અત્યાર સુધી બ્યૂરોક્રેટ્સ અથવા સેના સાથે જોડાયેલ અધિકારીને જ રાજ્યપાલ બનાવવામાં આવતા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારની રણનીતિમાં પરિવર્તનના સંકેત તે સમયે મળ્યા હતા, જ્યારે 15 ઓગષ્ટે વડાપ્રધાને પોતાનાં ભાષણમાં આગામી મહિને આવનાર રાજ્યની ચૂંટણીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત આ પ્રયોગને રાજનીતિક સ્થિરતા લાવવા માટેનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. સરકાર સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે સમાજવાદી નેતાને જમ્મુ - કાશ્મીરમાં મોકલવા નવી દિલ્હીની રણનીતિમાં આવેલ પરિવર્તનનો સંકેત છે. 

ભાજપ સરકાર ઇચ્છતી હતી કે કોઇ સૈન્ય અધિકારી કે બ્યુરોક્રેટનાં બદલે કોઇ રાજનીતિક વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવે. જેથી કાશ્મીરમાં નવેસરથી વાતચીતનો પ્રયાસ કરી શકાય. સત્યપાલ મલિક 51 વર્ષ બાદ કાશ્મીરનાં એવા ગવર્નર છે જેઓ રાજનીતિક બેકગ્રાઉન્ડ ધરાવે છે. અગાઉ 1965થી 1967 વચ્ચે કરણ સિંહને રાજ્યપાલ બનાવાયા હતા. ભાજપના સુત્રોનું કહેવું છે કે આ પદ માટે બે પુર્વ મુખ્યમંત્રીઓનાં નામ પર પણ ચર્ચા થઇ રહી હતી. જો કે કેન્દ્ર સરકારે મલિકનાં નામ પર મહોર મારી.મલિકની નિયુક્તી તેવા સમયે થઇ છે જ્યારે રાજનીતિક સ્થિરતા પણ બદલી રહી છે. ચર્ચાની મહેબુબા મુફ્તીનાં નેતૃત્વવાળી પીડીપીના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યો સાથે હાથ મિલાવી શકે છે. 


કોણ છે સત્યપાલ મલિક?
અલગ અલગ દળો સાથે જોડાયેલા રહેલા મલિકે પોતાનાં વિદ્યાર્થી કાળ દરમિયાન મેરઠ યુનિવર્સિટીમાં સોશ્યલિસ્ટ નેતા તરીકે પોતાની રાજનીતિક કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેઓ ભાજપનાં ઉપાધ્યક્ષ બન્યા અને ગત્ત વર્ષોમાં બિહારનાં રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. પોતાનાં લાંબા રાજનૈતિક કેરિયરમાં મલિક ભારતીય ક્રાંતિ દળ, લોક દળ, કોંગ્રેસ અને જનતા દળ અને ભાજપ સાથે જોડાયેલા રહ્યા. 1974માં ઉત્તરપ્રદેશના બાગપતથી ચૌધરી ચરણસિંહના ભારતીય ક્રાંતિ દળ પાર્ટી સાથે તેઓ ધારાસભ્ય બન્યા હતા. 1984માં કોંગ્રેસમાં જોડાયા અને પાર્ટી તરફથી રાજ્યસભા સભ્ય બન્યા. જો કે બોફોર્સ ગોટાળાની પૃષ્ટભુમિમાં ત્રણ વર્ષબાદ રાજીનામું આપ્યું. 1998માં ફરી એકવાર વીપી સિંહના નેતૃત્વવાળા જનતા દળમાં આવ્યા અને 1998માં પાર્ટી ટીકિટ પર અલીગઢના સાંસદ બન્યા.
2004માં તેઓ ભાજપ સાથે જોડાયા. ચૌધરી ચરણસિંહના પુત્ર અજિત સિંહની સામે તેમણે લોકસભા ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો. ચાર ઓક્ટોબર 2017ના રોજ તેઓ બિહારનાં રાજ્યપાલ બન્યા તે અગાઉ તેઓ ખેડૂત મોર્ચો સંભાળતા હતા. તેઓ કેન્દ્રીય સંસદીય કાર્ય અને પર્યટન રાજ્યમંત્રી રહી ચુક્યા છે. તેઓ કેન્દ્ર અને ઉતરપ્રદેશ સરકારમાં મહત્વપુર્ણ પદ પર રહ્યા.