મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તારની ચર્ચા વચ્ચે એક મહત્વની જાણકારી મળી છે. સૂત્રોના હવાલાથી સામે આવ્યું છે કે એકનાથ શિંદે સરકારની કેબિનેટનો વિસ્તાર આવતીકાલે થઈ શકે છે. આ મંત્રીમંડળમાં 20થી વધુ મંત્રી શપથ લઈ શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર 10 ઓગસ્ટથી 18 ઓગસ્ટ વચ્ચે યોજાવાની સંભાવના છે, કારણ કે 19 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા સમાચાર આવ્યા હતા કે મુખ્યમંત્રી એકનાથ શિંદે 15 ઓગસ્ટ પહેલા ઓછામાં ઓછા 15 મંત્રીઓને સામેલ કરી પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરી શકે છે. દેવેન્દ્ર ફડણવીસે વારંવાર પત્રકારોને પૂછવા પર કહ્યુ કે, તમારા વિચાર પહેલા મહારાષ્ટ્ર મંત્રીમંડળનો વિસ્તાર થશે. તો મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યુ હતુ કે સરકારનું કામ કોઈ રીતે પ્રભાવિત થયું નથી. તેમણે કહ્યું કે તે અને નાયબ મુખ્યમંત્રી સરકારના નિર્ણય લઈ રહ્યા છે. 


આ પણ વાંચોઃ રાહુલ-સોનિયા ગાંધી ધરાવે છે રેર બ્લ્ડ ગ્રુપ, જાણો PM મોદી અને યોગી આદિત્યનાથનું કયું છે બ્લ્ડ ગ્રુપ?


દેવેન્દ્ર ફડણવીસનો ઈશારો
મહારાષ્ટ્રને લઈને અટકળો ચાલી રહી હતી કે સરકારની રચના સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલવાને કારણે રોકાય છે. તો આ મામલા પર ડેપ્યુટી સીએમ ફડણવીસે સ્પષ્ટ કર્યુ કે કેબિનેટ વિસ્તાર અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનું એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. જેટલું તમે વિચારો છો તેની પહેલા કેબિનેટનો વિસ્તાર થશે. ફડણવીસે આગળ કહ્યુ કે વિપક્ષના નેતા અજિત પવારની પાસે આલોચના કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. પરંતુ તે ભૂલી ગયા હશે કે તેમના સમયમાં 32 દિવસ સુધી માત્ર 5 મંત્રી હતા. 


30 જૂને શિંદે અને ફડણવીસે લીધા હતા શપથ
નોંધનીય છે કે એકનાથ શિંદેએ શિવસેનામાંથી બળવો કર્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેવું પડ્યું હતું. ત્યારબાદ 30 જૂને એકનાથ શિંદેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ બંને ત્યારથી બે સભ્યોની કેબિનેટના રૂપમાં કામ કરી રહ્યાં છે. તેને લઈને એનસીપી નેતા અજિત પવાર સરકાર પર હુમલો કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube