ટોક્યો : જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ રવિવારે કહ્યું કે, તેઓ આજીવન ભારતના મિત્ર રહેશે. જાપાન - ભારતની રણનીતિક ભાગીદારીને વધારે મજબુત બનાવવા માટે વડાપ્રધાન મોદી સાથે બે દિવસીય શિખર સમ્મેલન પહેલા આબેએ પોતાનાં સંદેશમાં આ વાત કરી હતી. ભારતીય સમાચારપત્રોમાં પ્રકાશિત આ સંદેશમાં તેમણે કહ્યું કે, જાપાન જ્યારે અત્યંત પૈસાદાર નહોતું તો વડાપ્રધાન (જવાહરલાલ નેહરૂ)એ હજારો લોકોની સામે જાપાનનાં વડાપ્રધાન કિશીનો પરિચય કરાવતા કહ્યું હતું કે તેઓ તેમનું સન્માન કરે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આબેએ રવિવારે ટોક્યોથી 110 કિલોમીટર પશ્ચિમમાં યામાનશીમાં પોતાનાં અંગત ઘર પર વડાપ્રધાન મોદીની આગેવાની કરતા યાદ કર્યું હતું કે 1957માં તેમનાં દાદા નાબુસુકુ કિશી ભારતની યાત્રા કરનારા પહેલા જાપાની વડાપ્રધાન હતા. તે યાત્રા બાદ જાપાને ભારતને 1958માં યેન (જાપાની મુદ્રા)માં લોન સહાય આપવાનું ચાલુ કર્યું. 2006માં પહેલીવાર વડાપ્રધાન તરીકે પસંદગી પામેલા એક પ્રતિષ્ઠિત રાજનીતિક પરિવારથી આવે છે. આબેએ પોતાનાં આલેખમાં લખ્યું, પોતાનાં હૃદયમાં તે ઇતિહાસને અંકિત કરી મે પોતાની જાતને ભારતની સાથે જાપાનના સંબંધોને સીંચવામાં સમર્પિત કરી દીધા છે. 



વડાપ્રધાન શિંજો આબેના ઘરે વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ બંન્ને વડાપ્રધાન યામાનશીથી ટોક્યો માટે એક્સપ્રેસ ટ્રેન કૈજીથી પરત ફર્યા. તેમણે યાદ કર્યું કે 2007માં ભારતની યાત્રા દરમિયાન તેમને ભારતીય સંસદમાં ભાષણ આપવાનું સન્માન પ્રાપ્ત થયું હતું. 

આબેએ કહ્યું કે, ગત્ત વર્ષે સપ્ટેમ્બરમાં જ્યારે તેઓ વડાપ્રધાન મોદીના ગૃહરાજ્ય ગુજરાત ગયા હતા તો લોકોને ખુબ જ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું. લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના 64 વર્ષીય નેતાએ પોતાનાં પત્રમાં કહ્યું કે, પોતાના દાદાની ભારત યાત્રાના પ્રભાવ અને તેની યાદ કરતા મે શપથ લીધી છે કે હું આજીવન ભારતનો મિત્ર રહીશ