શિરડી વિવાદઃ આજે મધરાતથી બજાર ફરી શરૂ, સીએમે સોમવારે બોલાવી બેઠક
શિરડીમાં સોમવારે પણ બંધની જાહેરાત સીએમ ઉદ્ધવ ઠાકરેની અપીલ બાદ પરત લઈ લેવામાં આવી છે. શિરડીના લોકોનું કહેવું છે કે જો સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે બેઠકમાં કોઈ ઉકેલ આવશે નહીં તો બંધ ફરી શરૂ કરી દેવામાં આવશે.
શિરડીઃ સાંઈ બાબાના જન્મસ્થાન વિશે સીએમ ઉદ્ધવ ઠાકરેના એક નિવેદનને લઈને શનિવારે અડધી રાત્રે શરૂ થયેલું અનિશ્ચિતકાળનું બંધ આંદોલન રવિવારે રાત્રે 12 કલાકથી પૂરુ કરી દેવામાં આવ્યું છે. શિરડીના લોકોએ આ નિર્ણય મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને અપીલ પર લીધો છે. સાંઈ જન્મભૂમિના મુદ્દા પર શિરડી વિરુદ્ધ પાથરી વિવાદને લઈને સોમવારે મુખ્યપ્રધાને મંત્રાલયમાં તમામ પક્ષોની બેઠક બોલાવી છે. શિરડી ગ્રામસભાની રવિવારે રાત્રે સંપન્ન થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, જો મુખ્યપ્રધાનની સાથે બેઠકમાં વિવાદનો હલ ન થાય તો ફરીથી શિરડી બંધ શરૂ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શિરડીમાં આપવામાં આવેલા બંધ દરમિયાન દુકાનો અને ભોજનાલય બંધ રહ્યાં અને રસ્તાઓ ખાલી રહ્યાં હતા. તમને જણાવી દઈએ કે આ વિવાદ તે સમયે ઉભો થયો, જ્યારે સીએમ ઉદ્ધવ ઠાકરે પરભણી જિલ્લાના પાથરીમાં સાઁઈ બાબા સાથે જોડાયેલા સ્થાન પર વિકાસ કરવા માટે 100 તરોડ રૂપિયાની રકમ ફાળવવાની જાહેરાત કરી હતી. કેટલાક શ્રદ્ધાળુઓ પાથરીને સાંઈ બાબાનું જન્મસ્થાન માને છે, જ્યારે શિરડીના લોકોનો દાવો છે કે તેમનું જન્મસ્થાન અજ્ઞાત છે.
નિવેદન પરત લેવાની માગ કરી રહ્યાં છે શિરડીના લોકો
સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી નારાજ લોકો માગ કરી રહ્યાં છે કે તે આ નિવેદનને પરત ખેંચે. શિરડી સાંઈ ટ્રસ્ટના કાર્યકર્તાઓનું કહેવું છએ કે, તેમને પાથરીના વિકાસથી વાંધો નથઈ પરંતુ તેને સાંઈની જન્મભૂમિ કહેવું યોગ્ય નથી. આ પહેલા પણ સાંઈ બાબા અને તેમના માતા-પિતા વિશે ઘણા ખોટા દાવા કરવામાં આવ્યા છે. સીએમના નિવેદનથી લોકો એટલા નારાજ થઈ ગયા હતા કે બંધનું એલાન કરી દીધું હતું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube