મુસ્લિમ બનીને જ્ઞાનવાપી મસ્જિદમાં ઘૂસ્યો આ શિવભક્ત, Zee ન્યૂઝને જણાવી આંખો દેખી હકિકત
એક વ્યક્તિ એવો પણ છે જે મસ્જિદમાં મંદિરના પુરાવા એકઠા કરવા માટે મુસ્લિમ બનીને જ્ઞાનવાપીમાં પ્રવેશ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ હરિહર પાંડેયની. આ મુદ્દે હરિહર પાંડેયએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. આવો તમને જણાવીએ હરિહર પાંડેયએ 1991 માં જ્ઞાનવાપીમાં શું જોયું હતું.
Gyanvapi case 1991: ઉત્તર પ્રદેશના વારાણાસીમાં સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પર વિવાદ ગાઢ બનતો જાય છે. તાજેતરમાં જ ખતમ થયેલા સર્વેનો લીક રિપોર્ટનો હવાલો આપીને કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદમાં ઘણા પુરાવા મળ્યા છે. એવામાં એક વ્યક્તિ એવો પણ છે જે મસ્જિદમાં મંદિરના પુરાવા એકઠા કરવા માટે મુસ્લિમ બનીને જ્ઞાનવાપીમાં પ્રવેશ્યો હતો. અમે વાત કરી રહ્યા છીએ હરિહર પાંડેયની. આ મુદ્દે હરિહર પાંડેયએ ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે. આવો તમને જણાવીએ હરિહર પાંડેયએ 1991 માં જ્ઞાનવાપીમાં શું જોયું હતું.
1991 ના જ્ઞાનવાપી કેસના મુખ્ય પક્ષકાર હરિહર પાંડેયએ Zee News સાથે Exclusive વાતચીતમાં જણાવ્યું કે તે 1991 માં મંદિરના પુરાવા એકઠા કરવા માટે મુસ્લિમ બની જ્ઞાનવાપી પરિસરમાં પહોંચ્યો હતો. તેમણે કહ્યું કે તે બાબા વિશ્વનાથના પક્ષમાં પુરાવા એકઠા કરવા જ્ઞાનવાપી પરિસરમાં ગયા હતા. હરિહરે કહ્યું કે 'તે સમયે હું રાત્રે 1 વાગે જાળીદારી ટોપી પહેરી જ્ઞાનવાપી પરિસરમાં ગયો. મે મંદિરનો ઢાંચો જોયો, મારી આંખો વડે મંદિરના પુરાવા જોયા અને કોર્ટમાં આવીને કહ્યું.'
જ્ઞાનવાપી પરિસરની આંખે જોયેલી હકિકત
તેમણે કહ્યું કે 'મેં કળશ, કમળ, હાથી, મગરમચ્છની આકૃતિઓ જોઇ. મેં જોયું કે મંદિરના કાટમાળને પથ્થરો વડે ઢાંકીને રાખવામાં આવ્યો છે અને તેના પર બિલ્ડીંગ બનાવવામાં આવી છે. કાટમાળ હટાવવો જોઇએ. કાટમાળ હટશે તો જ્યોતિર્લિંગ દેખાશે, પરિસરમાં ઘણા શિવલિંગ મળશે.
સમાધાનનો શું વિકલ્પ છે?
હરિહર પાંડેયએ જણાવ્યું કે તેમના ખુલાસા બાદ મુસ્લિમ પક્ષ તેમને મળવા પહોંચ્યો હતો અને પૂછ્યું હતું કે સમાધાનનો શું વિકલ્પ છે? તેમણે કહ્યું કે 'મેં મુસ્લિમ પક્ષને કહ્યું કે રસ્તાના કિનારે મારી 8 વિધા જમીન તમે લઇ લો અને મસ્જિદ શિફ્ટ કરી લો, તો તે તૈયાર થયા નહી. મેં ફરી કહ્યું કે અમે મંદિર લઇને રહીશું અને પછી મુસ્લિમ પક્ષ જતો રહ્યો. હું જ છેલ્લો વ્યક્તિ છું જે આ કેસમાં જીવતો બચ્યો છું, મારા સાથે બે પક્ષકારોના મોત થઇ ચૂક્યા છે. હું અંતિમ શ્વાસ સુધી કેસ લડીશ, મારા પછી મારા પુત્રો લડશે પરંતુ બાબા વિશ્વનાથને આઝાદ કરાવીશું.
જ્ઞાનકૂપ અને જ્ઞાનવાપીનો અર્થ શું છે?
હરિહર પાંડેયએ કહ્યું કે દેશની જનતાને એ પણ ખબર હોવી જોઇએ કે જ્ઞાનકૂપ અને જ્ઞાનવાપીનો અર્થ શું છે? તેમણે કહ્યું કે જ્યારે શિવજી...પાર્વતીજી સાથે કાશી આવ્યા તો સ્વંભૂ જ્યોતિર્લિંગના જળાભિષેક માટે જળની જરૂર હતી, તો શિવજીએ પોતાના ત્રિશૂળ વડે જ્ઞાનકૂપ બનાવ્યું અને પછી જળાભિષેક થયો. પાર્વજીને આ સ્થળ પર શિવજીએ જ્ઞાન આપ્યું, એટલે આ પરિસર જ્ઞાનવાપી કહેવાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube