દેશ પછી હવે મહારાષ્ટ્રમાં પણ શિવસેનાએ ભાજપને સ્વીકાર્યો પોતાનો `મોટો ભાઈ`
શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેએ એક સમયે કહ્યું હતું કે, `આ ભાજપ કમલાબાઈ જેવી છે, સીટની બાબતે આપણે જે કહીશું તે જ થશે.` હવે આ બાબત ઈતિહાસનું એ પાનું છે જેને શિવસેના ભુલી જવા માગશે. અગાઉ સરકારમાં મંત્રાલય હોય કે પછી સીટોની વહેંચણી હોય, ભાજપે શવિસેનાની વાત માનવી પડતી હતી, જે સત્તા હવે ભાજપના હાથમાં આવી ગઈ છે.
મુંબઈઃ શિવસેનાએ આખરે અપ્રત્યક્ષ રીતે સ્વીકારી લીધું છે કે રાષ્ટ્રીય સ્તરે તો ભાજપ 'બિગ બ્રધર' જ છે. મહારાષ્ટ્રમાં પણ હવે તેનો 'ભાઉ' એટલે કે એક 'મોટો ભાઈ' ઊભો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, શિવસેના અત્યાર સુધુ ભાજપને રાષ્ટ્રીય સ્તરે પોતાનો મોટો ભાઈ માનતી રહી છે, જ્યારે મહારાષ્ટ્રમાં તે ખુદને મોટો ભાઈ માનતી હતી. આ આધારે તે વિધાનસભા ચૂંટણીમાં 50-50 ટકા સીટની વહેંચણી માગતી હતી. જોકે, હવે શિવસેનાને ઓછી સીટ પર રાજી થવું પડ્યું છે.
શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેએ એક સમયે કહ્યું હતું કે, "આ ભાજપ કમલાબાઈ જેવી છે, સીટની બાબતે આપણે જે કહીશું તે જ થશે." હવે આ બાબત ઈતિહાસનું એ પાનું છે જેને શિવસેના ભુલી જવા માગશે. અગાઉ સરકારમાં મંત્રાલય હોય કે પછી સીટોની વહેંચણી હોય, ભાજપે શવિસેનાની વાત માનવી પડતી હતી, જે સત્તા હવે ભાજપના હાથમાં આવી ગઈ છે.
શિવસેનાના મુખપત્ર 'સામના'માં પ્રકાશિત લેખથી એ બાબતની પુષ્ટિ થાય છે કે તેણે ભાજપને પોતાનો 'મોટો ભાઈ' સ્વીકારી લીધો છે. જોકે, કેબિનેટ મંત્રી અને શિવસેનાના નેતા દિવાકર રાવતે કહ્યું કે, જો કોઈ શ્રીમંત થઈ જાય તો તે મોટો થઈ જતો નથી. શિવસેના મહારાષ્ટ્રમાં મોટો ભાઈ છે.
જુઓ LIVE TV....