નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના રાજકારણમાં હલચલ વધતી જાય છે કારણ કે 2022 ની શરૂઆતમાં જ ત્યાં ચૂંટણી યોજાવવાની છે. એવામાં મહારાષ્ટ્રની સત્તારૂઢ પાર્ટી યૂપીમાં પણ પોતાનો પગ પેસારો કરવાની તૈયારી છે. આ ક્રમમાં 2022 માં શિવસેના ઉત્તર પ્રદેશની તમામ 403 સીટો પર ચૂંટણી લડશે. જોકે પાર્ટીએ અત્યાર સુધી અન્ય રાજકીય દલ સાથે ગઠબંધન કર્યું નથી, પરંતુ ગઠબંધનની સંભાવનાના સંકેત આપ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube