મેડચલ : યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે તેલંગાણાના મેડચલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી. કોંગ્રેસ પાર્ટીની મેડચલમાં થયેલી આ રેલી એટલા માટે પણ મહત્વની છે, કારણ કે તેલંગાણા રચના બાદ પહેલીવાર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી રાજ્યમાં જનસભાને સંબોધિત કરી છે. સોનિયા ગાંધીએ પોતાના સંબોધનની શરૂઆત તેલંગાણા નિવાસીઓને કાર્તિક પુર્ણિમાની શુભકામનાઓ આપતા કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે, તેલંગાણા રાજ્યી રચના કરવી સરળ કામ નહોતું, જો કે કોંગ્રેસ પાર્ટીએ રાજનીતિક નુકસાન ઉઠાવીને તેની રચના કરાવી. સોનિયા ગાંધીએ કહ્યું કે, તેલંગાણા રાજ્યાની રચના બાદ આ તે લોકોના હાથમાં જતું રહ્યું, જે પોતાનું ધ્યાન તો રાખ્યું, જો કે તેલંગાણા બાળકને તેની જ હાલતમાં છોડી દીધી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના તમામ કલ્યાણની યોજના અંગે જાહેરાતમાં જાહેરાત કરી છે. બીજી તરફ સોનિયા ગાંધીએ રાજ્યની ટીઆરએસ સરકાર પર ભારે શાબ્દિક હુમલો કર્યો. 

તેમણે જનસભામાં હાલના લોકોને પુછ્યું કે શું તેલંગાણાના જન્મ સમયે જે સપના તમે જોયા હતા, તેમાથી ગત્ત ચાર વર્ષોમાં કેટલા પુરા થયા ? તેમણે લોકોને કોંગ્રેસ પાર્ટી અને ગઠબંધનમાં સમાવિષ્ય પોતાના સહયોગી દળોના મત આપીને જીતાવવા માટેની અપીલ કરી. 

તેલંગાણા આવીને પુત્રને મળવા જેવી ખુશી મળી: સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું કે, આજે હું તેલંગાણા આવી છું, તો ખુબ જ ખુશ છું. મારી ખુશી એવી જ છે જેવી એક માંની પોતાના પુત્રને મળ્યા બાદની હોય છે. દરેક માં ઇચ્છે છે કે તેનું સંતાનો મોટા થાય અને આગળ વધે. જો કે આજે તેલંગાણા રાજ્યની સ્થિતીને જોતા હું ખુબ જ દુખી છું. તમને તે વાતનો અહેસાસ છે જેટલો તેલંગાણાનો વિકાસ થવો જોઇતો હતો, તેટલો નહોતો થયો. 

સોનિયા ગાંધી બોલ્યા તેલંગાણાનો વિકાસ નહી થવાનાં કારણે દુખી છું
સોનિયાએ રેલીમાં હાજર લોકોને પુછ્યું કે તેલંગાણાના જન્મના સમયે જે સપના તમે જોયા હતા, તે ગત્ત ચાર વર્ષમાં કેટલા પુરા થયા ? તેમણે કહ્યું કે, રાજ્ય એટલા માટે બન્યું હતું ખેડૂતોને પાણી અને લોકોને રોજગાર મળશે, જો કે એવું નથી થયું. અહીંના ખેડૂતો આત્મહત્યા કરવા માટે મજબુર છે. ખેડૂતો માટે કંઇક કરવાનું તો દુર અહીની તેલંગાણા રાષ્ટ્ર સમિતી (TRS) સરકારે યુપીએ સરકારનાં જમીન અધિગ્રહણ કાયદાને પણ નજરઅંદાજ કર્યો. 

તેલંગાણા યુવાનો નિરાશ, રોજગાર માટે ભટકી રહ્યા છે
યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, અહીંના લોકોને મનરેગાનો લાભ નહોતો મળ્યો. તેલંગાણાના નવયુવાનો આજે નિરાશ છે અને રોજગારને શોધવા માટે ભટકી રહ્યા છે. સોનિયા ગાંધીએ કહ્યું કે, પહેલા હું જ્યારે પણ અહી આવતી હતી અને અહીંની મહિલાઓને મળતી હતી, તો તેમની સ્વયં સહયાક સંસ્થાઓને જોતા હતી. ત્યાર બાદ હું જ્યારે પણ બીજા પ્રદેશોમાં જતી હતી, તો અહીંનું ઉદાહર આપતા હતા. 

સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધી શું બોલ્યા? 
સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધી મેડચલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. કોંગ્રેસ અધ્ક્ષે કહ્યું કે, તેલંગાણાની રચનામાં સોનિયા ગાંધીનું પણ યોગદાન છે. તેલંગાણાના લોકોના  આકરા સંઘર્ષ બાદ રાજ્યને બનાવ્યું છે. તેમણે કહ્યું કે, તેલંગાણાની રચના બાદ અહીં એક વ્યક્તિની સરકાર રહી, પરંતુ કોંગ્રેસ એક વ્યક્તિની સરકાર નહી હોય. અહીંના ખેડૂતો અને નવયુવાનોની સરકાર હશે.