નવી દિલ્હી : મી ટૂ કેમ્પેન હેઠળ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર પણ યૌન ઉત્પીડનનાં આરોપ લાગેલા છે. એમજે અકબર પર આરોપ લાગ્યા બાદ ભાજપ તમામ રાજનીતિ દળોનાં નિશાન પર છે. દરેક ભાજપ પર હૂમલાઓ કરી રહ્યા છે. એમજે અકબર પર લાગેલા આરોપો મુદ્દે શિવસેના નેતા મનીષ કયાંદેએ કહ્યું કે, આરોપોને ગંભીરતાથી લેવા જોઇએ. જો ભાજપ પારદર્શિતામાં માનતું હોય તો તેણે આરોપોની તપાસ કરવી જોઇએ. તેમણે કહ્યું કે, એમજે અકબરને પોતાનાં પદ પરથી રાજીનામું આપી દેવું જોઇએ અને ફરીથી તપાસમાં સહયોગ આપવો જોઇએ. તપાસ પુરી થઇ ગયા બાદ પાર્ટીને તેમના મુદ્દે સ્ટેન્ડ લેવું જોઇએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમજે અકબર પર ઘણી મહિલા પત્રકારોએ યૌન ઉત્પીડનનાં આરોપ લગાવ્યા છે. પીડિત મહિલા પત્રકારોને સોશિયલ મીડિયા પર પોતાની વાતો સમક્ષ મુકી હતી. પત્રકાર પ્રિયા રમાનીએ તેમના પર સૌથી પહેલા આરોપ લગાવતા પોતાની સ્ટોરી આપી હતી. તે અગાઉ તેમણે ગત્ત ઓક્ટોબરમાં વોગ ઇન્ડિયામાં લખેલા પોતાનાં આર્ટિકલમાં ડિયર મેલ બોસને સંબોધિત કરતા એક આર્ટિકલ લખ્યો હતો. 

તે સમયે સમગ્ર વિશ્વમાં ચાલુ થયેલા મીટૂ અભિયાનની પૃષ્ટભુમિમાં તેમણે પોતાની સ્ટોરીને લખી હતી. જો કે તે સમયે તેમણે આરોપીનું નામ જાહેર નહોતું કર્યું. જો કે હવે ઓક્ટોબરમાં તેમણે પોતાની સ્ટોરીને લિંકને શેર કરતા લખ્યું કે, તેમનું નામ એટલા માટે નહોતુંક કારણ કે તેમણે મારી સાથે કંઇ પણ નથી કર્યું. જો કે ઘણી અન્ય મહિલાઓને તેનાથી પણ બદતર સ્ટોરી તેમની સાથે જોડાયેલી હોઇ શકે છે. 

પ્રિયા રમાનીએ આર્ટિકલમાં પોતાની એક જોબ ઇન્ટરવ્યુમાં અનુભવને શેર કરતા કહ્યું કે, તે સમયમાં 23 વર્ષની હતી અને તે 43 વર્ષના હતા. સંપાદકે મને દક્ષિણી મુંબઇની તે હોટલમાં મળવા માટે બોલાવ્યા જ્યાં તેઓ હંમેશા રોકાતા હતા. તેમણે કહ્યું કે, તેઓ ઇંટરવ્યું કમ ડેટા વધારે હતા. સંપાદકે ડ્રિંક ઓફર કરી અને જુના હિંદી ગીત સાંભળવા માટે કહ્યું. એટલે સુધી કે તેમણે પોતાનાં બેડ પાસે આવીને બેસવા માટે જણાવ્યું જેને મનાઇ કરી દીધી. 

પ્રિયા રમાની સામે આવ્યા બાદ ઇંડિયન એક્સપ્રેસનાં એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધી તેમને મળીને છ મહિલા પત્રકારોએ એમજે અકબરી પર આરોપ લગાવ્યા છે. આ કડીમાં રમાણીની જેવા અનુભવ ફ્રીલાંસ પત્રકાર કનિકા ગહલોતે સમજાવ્યા છે. મે ભલે રમાણીનો લેખ નથી વાંચ્યો પરંતુ મને તેની જરૂર નથી કે કારણ કે મે તેમની સાથે 3 વખત કામ કર્યું છે. કનિકાએ 1995-1997 સુધીમાં ધ એશિયન એજમાં કામ કર્યું. એમજે અકબર ત્યાં સંપાદક હતા. કનિકાએ કહ્યું કે, જ્યારે મે ત્યાં જોઇન કર્યું હતું. તેની પહેલા મને તે અંગે જણાવી દેવામાં આવ્યું હતું.