Maharashtra Politics: ઘરે રેડ પડી તો સંજય રાઉતે ટ્વીટ કરી કહ્યું- `હું મરી પણ જાઉં તો...`
સંજય રાઉતે વધુ એક ટ્વીટ કરતાં એ સ્પષ્ટ કર્યું કે તે કૌભાંડમાં જોડાયેલા નથી. તેમણે લખ્યું `મારું કો કૌભાંડ સાથે લેવા દેવા નથી. આ હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના શપથ લઇને કહી રહ્યો છું. બાલાસાહેબે અમને લડતા શિખવાડ્યું છે.
Sanjay Raut on ED Raids: પશ્વિમ બંગાળ બાદ ઇડી મહારાષ્ટ્રમાં એક્ટિવ થઇ છે. અહીં શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના ઘરે ઇડીની ટીમ પહોંચી છે અને પૂછપરછ કરવામાં અવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે પત્રા ચોલ મામલે આ કાર્યવાહી થઇ રહી છે. આ દરમિયાન સંજય રાઉત તરફથી કેટલીક ટ્વીટ્સ કરવામાં આવી છે, જેમાં તેમણે પોતાના વિરૂદ્ધ થઇ રહેલી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે. સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે તેમના વિરૂદ્ધ ખોટા પુરાવા રજૂ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઇડી રેડ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉત તરફથી ટ્વીટ કરી લખવામાં આવ્યું છે કે, ખોટી કાર્યવાહી...ખોટા પુરાવા, હું શિવસેના છોડીશ નહી. હું મરી જાવ તો પણ સમર્પણ નહી કરું. જય મહારાષ્ટ્ર... મહારાષ્ટ્ર અને શિવસેનાની લડાઇ ચાલુ રહેશે. એટલું જ નહી, શિવસેના નેતા તરફથી પાર્ટીનું ચિન્હ પણ ટ્વીટ કરવામાં આવ્યું- આ સાથે જ લખ્યું, છતાં પણ શિવસેના છોડીશ નહી...
Maharashtra Politics: શિવસેના સાંસદ સંજય રાઉતના ઘરે ED ટીમ પહોંચી, આ મામલે કરી રહી છે પૂછપરછ
બાલાસાહેબના શપથ લઇને કહી આ વાત
સંજય રાઉતે વધુ એક ટ્વીટ કરતાં એ સ્પષ્ટ કર્યું કે તે કૌભાંડમાં જોડાયેલા નથી. તેમણે લખ્યું 'મારું કો કૌભાંડ સાથે લેવા દેવા નથી. આ હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના શપથ લઇને કહી રહ્યો છું. બાલાસાહેબે અમને લડતા શિખવાડ્યું છે. હું શિવસેના માટે લડાઇ ચાલુ રાખીશ. તેના એક દિવસ પહેલાં સંજય રાઉતે જણાવ્યું હતું કે પોતાની ધરપકડને લઇને અંદેશો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી ધરપકડ પણ થાય છે તો પાર્ટી તૂટશે નહી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ભ્રમમાં જીવી રહ્યા છે અને પાર્ટી તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
શું છે પાત્ર ચોલ જમીન કૌભાંડ?
પત્રા ચોલની વાત કરીએ તો વર્ષ 2007 માં ગુરૂ આશીષ કંસ્ટ્રક્શનને ચોલ વિકસિત કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ યોજના અંતગર્ત 47 એકરની જમીન પર ચોલની જગ્યાએ ફ્લેટ બનાવી દિધા. કરાર અનુસાર ચોલના નિવાસીઓને 672 ફ્લેટ આપવાના હતા. તેના માટે 3,0000 ફ્લેટ મ્હાડાને આપવાના હતા. કરાર અનુસાર બાકી જમીન પર કંસ્ટ્રક્શન કંપની ઘર બનાવીને વેચી શકે છે.
જોકે આ મામલે આરોપ છે કે 47 એકર જમીન, 1037 કરોડ રૂપિયામાં વેચવામાં આવી. આરોપ અનુસાર કંપનીએ ફ્લેટ બનાવ્યા નહી. આ મામલે ઇડીએ પ્રવીણ રાઉત અને તેના સાથી સુજીત પાટકર પર કેસ દાખલ કર્યો. પ્રવીણ રાઉત, ગુરૂ આશીષ, કંસ્ટ્રક્શન કંપનીના પૂર્વ ડાયરેક્ટર છે. માનવામાં આવે છે કે પ્રવીણ રાઉત, સંજય રાઉતના મિત્ર છે.
આરોપ છે કે પ્રવીણની પત્નીના ખાતામાંથી સંજય રાઉતની પત્નીના ખાતામાં પૈસા ટ્રાંસફર થયા. તો બીજી તરફ સુજીત પાટકર અને સંજય રાઉતની પુત્રી એક ટ્રેડિંગ ફર્મમાં ભાગીદાર છે. આ ઉપરાંત પાટકરની પત્ની અને સંજય રાઉતની પત્ની પર જમીન ભાગીદારીનો આરોપ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube