Politics on Hanuman Chalisa: મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાના મુદ્દે રાજકારણ ગરમાયું છે. એવામાં પુણે મારૂતિ નંદન મંદિરમાં મનસે પ્રમુખ રાજ ઠાકરેએ હનુમાનજીની આરતી કરી. તમને જણાવી દઇએ કે આખા દેશમાં આજે હનુમાન જયંતીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાએ આપ્યો જવાબ
સાથે જ મુંબઇમાં શિવસેના દ્રારા પણ મહાઆરતી કરવામાં આવી. મુંબઇમાં આદિત્ય ઠાકરેએ આ મહાઆરતી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમનું આ પગલું રાજ ઠાકરેના જવાબમાં ઉઠાવવામાં આવ્યું છે. 


લાઉડસ્પીકર વિવાદના લીધે ચર્ચામાં રાજ ઠાકરે
અત્રે ઉલ્લેખનીય છે કે નવનિર્માણ સેનાએ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે મહારાષ્ટ્ર સરકારને 3 મે સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. 

દિલ્હીમાં હનુમાન જન્મોત્સવ શોભાયાત્રા પર પથ્થરમારો
દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિના અવસર પર નિકળી રહેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે. આ હિંસામાં પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. કહેવામાં આવી રહી રહ્યું છે કે યાત્રામાં સામેલ લોકો પર અચાનક પથ્થરબાજી થવા લાગી જેના લીધે બીજા પક્ષ તરફથી પણ પથ્થરમારો કર્યો છે. સમગ્ર વિસ્તારમાં તણાવભરી સ્થિતિ છે અને મોટી સંખ્યામાં પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. 


અત્યારે તણાવનો માહોલ છે જે વિડીયો સામે આવ્યો છે તેમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જ્યારે ઘટનાસ્થળ પર સ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ઉપદ્રવીઓ દ્રારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. એ પણ કહેવામાં આવી રહ્યું છે કે શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. અત્યારે પોલીસ આ ઘટના વિશે કંઇપણ બોલવાનું ટાળી રહી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube