Budget 2020: શિવસેનાએ સામનામાં લખ્યું, `નાણામંત્રીએ લાંબું બજેટ ભાષણ આપીને બનાવ્યો રેકોર્ડ પરંતુ...`
શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામના (Saamana)માં શનિવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા બજેટ 2020 (budget 2020)ને લઇને નિશાન સાધવામાં આવ્યું છે. એડિટોરિયલમાં લખ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ શનિવારે બજેટ રજૂ કરતાં 2 કલાક 41 મિનિટનો રેકોર્ડ તોડી ભાષણ ભલે આપ્યું હોય પરંતુ આ બધું ફક્ત `શબ્દોનો ખેલ` સાબિત થયું.
નવી દિલ્હી: શિવસેના (Shiv Sena)ના મુખપત્ર સામના (Saamana)માં શનિવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા બજેટ 2020 (budget 2020)ને લઇને નિશાન સાધવામાં આવ્યું છે. એડિટોરિયલમાં લખ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ શનિવારે બજેટ રજૂ કરતાં 2 કલાક 41 મિનિટનો રેકોર્ડ તોડી ભાષણ ભલે આપ્યું હોય પરંતુ આ બધું ફક્ત 'શબ્દોનો ખેલ' સાબિત થયું.
એડિટોરિયમાં કહ્યું કે બજેટ શબ્દો અને આંકડાનો ખેલ ભલે હોય તેને સરકારના સંકલ્પની પણ જરૂર હોય છે. અન્યથા આ ફક્ત જાહેરાત અને જોગવાઇના આંકડાનો ખતરો માત્ર રહી જાય છે.
એડિટોરિયલમાં કહેવામાં આવ્યું 'બજેટમાં ફંસાવનાર જાહેરાતો અને ખોખલી જોગવાઇ હોવાછતાં નાણામંત્રીએ પોતાનો રેકોર્ડ તોડી ભાષણમાં લગભગ 18 હજાર 926 'શબ્દ રત્નો' રજૂ કર્યા. સરકાર પાસે 'અર્થ' ભલે ન હોય પરંતુ 'શબ્દ રત્ન' ખૂબ છે.
એડિટોરિયમાં કહેવામાં આવ્યું કે ઇનકમ ટેક્સ નવા સ્ટેજ ચકરાવે ચડાવનાર છે પરંતુ તેના માટે મધ્યમવર્ગીય કરદાતાઓ માટે મહત્વપૂર્ણ કલમ 80 ને નખ મારવાનો ખેલ કેમ રમી રહી છે? આ નવા 'એચ્છિક' ટેક્સ સિસ્ટમથી ટેક્સપેયરોનો માથાનો દુખાવો અને કિટકિટ વધાવાની છે.
એડિટોરિયલમાં એલઆઇસીમાં ભાગદારી વેચવાને લઇને પણ સવાલ ઉભા કર્યા છે. સામનામાં લખ્યું છે કે 'એર ઇન્ડીયા અને ભારત પેટ્રોલિયમના વેચાણની જાહેરાત પહેલાં જ થઇ ચૂકી છે. હવે 'એલઆઇસી' જેવી કંપની જે સામાન્ય જનતાના જીવન-મરણ સાથે જોડાયેલી છે, પણ બોજો બની ચૂકી છે.
એડિટોરિયલમાં કહેવામાં આવ્યું કે 'સરકાર દ્વારા ખાનગીકરણ આ પ્રકારે ઝડપથી થઇ રહ્યું છે તો સક્ષમ સરકારી કંપનીઓમાં ખાનગી ભાગીદારી વધારવા સરકારી કાવતરાનો આરોપ સરકાર પર લાગશે. સરકારની આર્થિક સ્થિતિ અને કંઇ ન આપનાર બજેટને જોતાં મોદી સરકાર બીજીવાર વિશ્વાસ મુકવો મોટી ભૂલ છે, શું આવા પ્રશ્નો મધ્યમવર્ગી, નોકરિયાત વર્ગ સમક્ષ ઉપસ્થિત થઇ ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube