Gujarat Election Result 2022: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 156 બેઠકો જીતી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્યમાં આટલી મોટી જીત મળ્યા બાદ દરેક જણ ભાજપના વખાણ કરી રહ્યું છે. આ બધા વચ્ચે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ પીએમ મોદીના વખાણ કરવામાં આવ્યા છે. સામનાના સંપાદકીયમાં ગુજરાતની અંદર મોદી લહેર મેજિકના વખાણ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામનામાં પીએમ મોદીના ખોબલે ખોબલે વખાણ
શિવસેનાના મુખપત્ર સામનામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપવામાં આવ્યો. સામનાના સંપાદકીયમાં કહેવાયું છે કે ગુજરાતમાં ફક્ત મોદી લહેરથી જીત મળી. જો કે હિમાચલ પ્રદેશ અને એમસીડીમાં ભાજપની હાર પર સવાલ પણ ઉઠાવવામાં આવ્યા. સામનામાં કહેવાયું કે ત્યાં મોદી મેજિક ન ચાલ્યો. 


આકરી ટિપ્પણી પણ કરાઈ હતી
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સામનામાં ભાજપ અને પીએમ મોદી અંગે અનેક આકરી ટિપ્પણીઓ કરાઈ હતી. આથી ગુજરાત જીત બાદ સામનાના સંપાદકીયમાં પીએમ મોદીના વખાણ થાય તે ચોંકાવનારું છે. 


ગુજરાતમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત
અત્રે જણાવવાનું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ 156 વિધાનસભા બેઠકો પર જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને ફાળે ફક્ત 17 બેઠકો આવી. આ ઉપરાંત આમ આદમી પાર્ટીને ગુજરાતમાં 5 બેઠકો મળી. સમાજવાદી પાર્ટીને પણ એક સીટ મળી જ્યારે અપક્ષોના ફાળે 3 બેઠક ગઈ.


આ વીડિયો પણ ખાસ જુઓ... 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube