મુંબઇ: કેંદ્ર સને મહારાષ્ટ્ર સરકારમાં ભાજપની સહયોગી શિવસેનાએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ડોલરના મુકાબલે રૂપિયામાં ઘટાડાને લઇને શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'ના એડીટોરિયલમાં ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેના માટે કેંદ્રની હાલની સરકારને જવાબદાર ગણાવી છે. 'સામના'ના સંપાદકીયમાં લખ્યું છે, 'ડોલરની તુલનામાં આપણો રૂપિયો ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ચૂક્યો છે. દેશના ચલણનું મૂલ્ય જ્યારે ઘટે છે ત્યારે દેશની ઇજ્જત પણ ઝડપથી ઘટે છે, આવો દાવો ભાજપના નેતા કોંગ્રેસના રાજમાં કરતા હતા. એવામાં આજે રૂપિયો ઘટતાં ઘટતાં જ્યારે 100 તરફ આગળ વધી રહ્યો છે ત્યારે દેશની પ્રતિષ્ઠા વધી રહી છે, એવું સમજીએ શું?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવસેનાના સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે રૂપિયો મૃત્યુશૈયા પર પડ્યો છે તેમછતાં પણ હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થા દુનિયાના છઠ્ઠા નંબર જેટલી 'મજબૂત' છે, એવો દાવો કરવો હાસ્યાપદ છે. સાથે જ સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે રૂપિયાના ઘટાડાને રોકવા માટે સરકારે શું ઉપાય કર્યા છે કે કરી રહી છે? કયા પ્રકારે પગલાં ભર્યા છે? આ મામલે પણ કંઇ ન થયું. તે પણ ફક્ત ઘટતા રૂપિયાના મૂલ્યને વધારવા માટે રૂપિયો કેમ ઘટ્યો, અર્થવ્યવસ્થા કેમ ડૂબી? તેની પાછળનું કારણ તો દેશ પણ ડૂબી રહ્યો છે, તેને સ્વિકાર કરવો પડશે. 


માઓવાદી નહી જનતા પલટે છે સરકારો: શિવસેના
આ પહેલાં શિવસેનાએ મહારાષ્ટ્ર પોલીસના આ દાવાને 'મૂર્ખતાર્પૂણ' ગણાવ્યો કે ધરકપડ કરવામાં આવેલા પાંચ વામપંથી કાર્યકર્તા મોદી સરકારને ઉથલવાની કથિત માઓવાદી કાવતરામાં સામેલ હતા. શિવસેનાએ વડાપ્રધાન નરેંદ્ર મોદીની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર પણ નિશાન તાક્યું અને કહ્યું કે તેમની સુરક્ષા મજબૂત છે અને તે સંબંધમાં ચિંતા કરવાની કોઇ જરૂર નથી. 


શિવસેનાના મુખપત્ર સામનામાં સોમવારે પ્રકાશિત સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે 'સરકારે એ કહેવાનું બંધ કરવું જોઇએ આ તથાકથિત માઓવાદી કેંદ્રની હાલની સરકારને ઉથલી શકે છે. આ મૂર્ખતાપૂર્ણ નિવેદન છે.'' મરાઠી દૈનિકમાં કહેવામાં આવ્યું કે મનમોહન સિંહની સરકાર દેશની જનતાને હટાવી હતી ના કે માઓવાદી અથવા નક્સલીઓએ. આજે સરકારો લોકતાંત્રિક રીતે હટાવી શકે છે. 


શિવસેનાએ કહ્યું કે પોલીસ આ દાવા કરતી વખતે સંયમ વર્તવું જોઇએ. પાર્ટીએ કહ્યું કે જો માઓવાદીઓએ સરકારો ઉથલવાની ક્ષમતા હોત તો તે પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મણિપુરમાં પોતાનું નિયંત્રણ ન ગુમાવત. 


શિવસેનાએ આગાહ કર્યો કે પોલીસને જીભ પર લગામ લગાવીને કામ કરવું જોઇએ. અન્યથા મોદી અને ભાજપની એકવાર મજાક બનશે. પાર્ટીએ કહ્યું કે વધુ એક મુદ્દો વડાપ્રધાનમંત્રીની સુરક્ષાનો છે. મોદી સરકારની ઉચ્ચ સ્તરની છે અને આ સંબંધમાં ચિંતા કરવાની જરૂર નથી. 


સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે, ''ઇંદીરા ગાંધી અને રાજીવ ગાંધીમાં નિડરતા હતી. તે સાહસે તેમની સાથે ઘાત કરી. પરંતુ મોદી આ પ્રકારનું સાહસ નહી કરે. તેમાં માઓવાદ પ્રત્યે સહાનુભૂતિ રાખનારને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભગવા આતંકવાદ સંકલ્પના માટે પૂર્વ કેંદ્રીય ગૃહ મંત્રી તથા કોંગ્રેસ નેતા પી ચિદંબરમ પર પણ નિશાન સાધ્યું છે. પાર્ટીએ કહ્યું કે નક્સલવાદ કાશ્મીરના આતંકવાદીઓની તુલનામાં વધુ ભયાવહ છે અને તે દેશને અંદરથી નબળો કરી રહ્યો છે.