નવી દિલ્હી : રામ મંદિરના મુદ્દે રાજકારણ ગરમાઇ રહ્યું છે. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે, અમે 17 મિનિટમાં બાબરી મસ્જિદ તોડી દીધી હતી, તો કાયદો બનાવવામાં આટલો સમય શા માટે લાગી રહ્યો છે ? રાષ્ટ્રપતિ ભવનથી માંડીને ઉત્તરપ્રદેશ સુધી ભાજપની સરકાર છે. રાજ્યસભામાં પણ અનેક સાંસદો છે જે રામ મંદિર નિર્માણના પક્ષમાં છે. જે સાંસદ તેનો વિરોધ કરશે તેને દેશમાં ફરવું મુશ્કેલ થઇ જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય રાઉતે કહ્યું, વડાપ્રધાન મોદી ઇચ્છે તો ગમે તે શક્ય છે. તેઓ ઇચ્છે તો રામ મંદિર ચોક્કસ બનશે. ગુરૂવાર સુધી અફવા ફેલાવાઇ રહી હતી કે શું ઉદ્ધવજીનું આગમન થશે કે નહી. હું કહેવા માંગીશ કે શનિવારે બપોરે 2 વાગ્યે ઉદ્ધવ ઠાકરે અયોધ્યા પહોંચી રહ્યા છે. તમામ લોકો તેમની અયોધ્યા યાત્રાનું સ્વાગત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમારી આ ભૂમિ સાથે ખુબ જ ભાવનાત્મક જોડાણ છે જે અમે યથાવત્ત રાખવા માંગીએ છીએ. આ ભાવનાને કાયદ રાખવા માટે ઉધ્ધવ ઠાકરે અયોધ્યા જઇ રહ્યા છે. 

સંજય રાઉતે કહ્યું અમે ક્યારે પણ કોઇ રેલી માટે કોઇ પરમિશન માંગી નથી. તેમના આવવાથી રામ મંદિર નિર્માણની ગતિમાં વધારો આવશે. હવે દબાવમાં આવીને રામ મંદિરનું નિર્માણ કરાવવું પડશે. જો નોટબંધી થઇ શકે છે તો પછી રામ મંદિર કેમ ન બની શકે ? 


તેમણે કહ્યું કે, અમે સંસદમાં તેના માટે અધ્યાદેશ લાવવાની માહિતી સરકારને આપી છે. સરકારની તરફથી કાયદો બનવો જોઇએ અને કાયદેસર રીતે રામ મંદિર બનવું જોઇએ. સંજય રાઉતે કહ્યું કે, જો બહુમતી છતા પણ રામ મંદિર નહી બની શકે અને 2019 લોકસભા ચૂંટણીમાં રામ મંદિરનો નારો ફરીથી લગાવીને ચૂંટણીમાં ઉતરશે, તે ઉદ્ધવ ઠાકરેને મંજુર નથી. માટે જ તેમણે નારો બનાવ્યો છે પહેલા મંદિર પછી સરકાર.

બીજી તરફ શિવસેનાએ શુક્રવારે ભાજપને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ મુદ્દે અધ્યાદેશ લાવવા અને તારીખની જાહેરાત કરવા માટે જણાવ્યું છે. ભાજપ પર નિશાન સાધતા શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં લખ્યું કે, સત્તામાં બેઠેલા લોકો શિવસેનિકો પર ગર્વ હોવો જોઇએ. જેમણે  રામ જન્મભૂમિમાં બાબર રાજને ખતમ કરી દીધી છે. શિવસેનાએ કહ્યું કે, તેઓ ચૂંટણી દરમિયાન ન તો ભગવાન રામનાં નામ પર મત્તની ભીખ માંગે છે અને ન જુમલેબાજી કરે છે.