શિવસેનાએ PM મોદીને નિશાન બનાવવાના નક્સલીઓના કાવતરાને ગણાવ્યું હાસ્યાસ્પદ
શિવસેનાએ મજાક કરતા કહ્યું કે, હાઇપ્રોફાઇલ નેતાઓને વ્યાપક સુરક્ષા કવર આપવામાં આવવું જોએઇ
મુંબઇ : શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવવાના માઓવાદીઓનાં કાવત્રાને સોમવારે હાસ્યાસ્પદ ગણાવ્યું અને કહ્યું કે, આ કાવત્રુ તર્કસંગત પ્રતીત થાય છે અને કોઇ ડરામણી ફિલ્મની વાર્તા જેવું લાગે છે. શિવસેનાએ વ્યંગ કરતા કહ્યું કે, હાઇપ્રોફાઇલ નેતાઓને વ્યાપક સુરક્ષા કવર આપવામાં આવવી જોઇએ ભલે લાખો લોકો નક્સલી હૂમલામાં કેમ ન મરતા હોય.
નક્સલવાદીઓ દ્વારા વડાપ્રધાન અમે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને કથિત ખતરા અંગે પાર્ટીએ કહ્યું કે, કેટલાક લોકો છે કે ભાજપનું એક જુથ માને છે કે મોદી અને ફડણવીસ કાંટા બનેલા છે અને તેમનો ખાત્મો કરવા માટે તેમણે નક્સલવાદીઓને સોપારી આપી છે. હાલ આ પ્રકારનાં નિવેદનોને મહત્વ ન આપવામાં આવવું જોઇએ. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સુરક્ષા અંગે રાજનીતિ ન થવી જોઇએ.
શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામનામાં કહ્યું કે, તેમને સુરક્ષા આપવામાં આવવી જોઇએ. તે યોગ્ય નથી લાખો લોકો મરી જાય છે. પરંતુ તેમણે જીવતું રહેવું જોઇએ. શિવસેનાએ કહ્યું કે મોદી અને ફડણવીસની હત્યા સાથે જોડાયેલ એક પત્ર સામે આવ્યો છે પરંતુ તે નિદનિય છે કે આ મુદ્દાનો ઉપયોગ રાજનીતિક ઉદ્દેશ્ય માટે કરવામા આવી રહ્યો છે.