મુંબઈઃ સંજય રાઉતે કહ્યુ કે એકનાથ શિંદેની પાસે 26 ધારાસભ્યોનું સમર્થન નહીં, પરંતુ તેમની પાસે 17-18 ધારાસભ્યો હોઈ શકે છે. તેમણે કહ્યું કે જો ભાજપ ઓપરેશન લોટસ કરવા ઈચ્છે છે તો અમે તેને પડકાર ફેંકીએ છીએ કે તેમ કરીને દેખાડે. સંજય રાઉતે કહ્યુ કે અમારા 4 ધારાસભ્યો ગુજરાત જવા ઈચ્છતા હતા પરંતુ તેને પોલીસે પકડી લીધા. અમે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા તરીકે હટાવી દીધા છે. પરંતુ સંજય રાઉતે દાવો કર્યો કે બેઠકમાં કુલ 35 ધારાસભ્યો હતો અને 7-8 નેતા આવી શક્યા નહીં. તેમણે કહ્યું કે જો મુંબઈ પોલીસ સુરત જઈ શકે તો ધારાસભ્યો પરત આવી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધારાસભ્યોના જીવને ખતરો, આ લોકતંત્ર માટે ખતરાની વાત
સુરતમાં રાખવામાં આવેલા અમારા ધારાસભ્યોનું કહેવું છે કે અમારો જીવ ખતરામાં છે. જો અમારા ધારાસભ્યોના જીવને ખતરો છે તો પછી લોકતંત્રને ખતરો છે. સંજય રાઉતે કહ્યુ કે એકનાથ શિંદે અમારા મિત્ર અને સાથી છે. તેમને બધુ પાર્ટીએ જ આપ્યું છે. જો પાર્ટી ન હોત તો અમારી ઓળખ શું હોત. બાલાસાહેબના નિધન બાદ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટી છે અને તેમણે એકનાથ શિંદેને બે વખત મંત્રી બનાવ્યા. સંજય રાઉતે કહ્યુ કે, શિંદે સાથે જે મંત્રી ગયા છે તેમના પદ છીનવી લેવામાં આવશે. આ સિવાય આગામી 24 કલાકમાં એકનાથ શિંદે પર પગલા ભરવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ કોણ છે ઉદ્ધવ ઠાકરેની ખુરશી હચમચાવી નાંખનાર એકનાથ શિંદે? આ છે બળવાનાં મુખ્યત્વે કારણો


શિવસેનાના નેતાએ કહ્યું કે સુરતમાં રહેલા ધારાસભ્યો ડરેલા છે અને જો તેમનું ધારાસભ્ય પદ જતું રહ્યું તો બીજીવાર ચૂંટણી લડવી પડશે. સંજય રાઉતે કહ્યુ કે એક ધારાસભ્ય કૈલાશનાથ પાટિલ તો ભાગીને આવ્યા છે. શરદ પવાર તરફથી શિવસેનાનો આંતરિક મામલો ગણાવવા પર રાઉતે કહ્યુ કે, કાલે રાત્રે સુપ્રિયા સુલે અને જયંત પાટિલે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આજે સાંજે ફરી કોંગ્રેસ અને એનસીપી સાથે બેઠક થશે. 


આ પણ વાંચોઃ Maharashtra Political Crisis: શું બચી શકશે ઉદ્ધવ સરકાર? મહારાષ્ટ્રને સત્તાના આ હોય શકે છે સમીકરણ


રાઉતે જણાવ્યું, ક્યા મંત્રી છે શિંદેની સાથે
સંજય રાઉતે નામ લઈને ખુદ જણાવ્યુ કે ક્યા મંત્રી એકનાથ શિંદે સાથે ગયા છે. તેમણે કહ્યું કે સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર અને દેસાઈ તેમની સાથે ગયા છે. એકનાથ શિંદેની ભાજપ સાથે સરકાર બનાવવાની શરત પર રાઉતે કહ્યુ કે, ભાજપે અમને અપમાનિત કર્યા છે. અમે તેની સાથે કેમ જઈએ. રાઉતે કહ્યુ કે અમે હાલ તેને સમજાવી રહ્યાં છીએ, બાદમાં પગલાં ભરવામાં આવશે. જો ભાજપ વિચારે છે કે ઓપરેશન લોટસ સફળ થશે તો તે તેમ કરી શકશે નહીં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube