Curfew In Shivamogga: કર્ણાટકમાં વીર સાવરકરના પોસ્ટર પર વિવાદ, શિમોગામાં તણાવ બાદ કલમ 144 લાગૂ
Shivamogga Latest News: ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. સ્થિતિ નિયંત્રણમાં લેવા હાલ કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
શિમોગાઃ કર્ણાટકના શિમોગામાં કેટલાક લોકોએ વીર સાવરકરના પોસ્ટર્સ હટાવી ટીપૂ સુલ્તાનના પોસ્ટર લગાવવાનો પ્રયાસ કર્યો, ત્યારબાદ આ વિસ્તારમાં તણાવનો માહોલ બની ગયો છે. આ મામલો આમિર અહમદ સર્કલનો છે. ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. હાલ શિમોગા ટાઉનમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.
રવિવારે પણ આવો મામલો સામે આવ્યો હતો, જ્યાં વીર સાવરકરના પોસ્ટર્સને ફાડી દેવામાં આવ્યું હતું. જ્યારબાદ પોલીસે કેસ દાખલ કર્યો હતો. આજે ફરી આવો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના વિરોધમાં બેંગલુરૂમાં કાલે ટીપૂ સુલ્તાનના પોસ્ટર ફાડવામાં આવ્યા હતા.
Nasal Vaccine: હવે નાકથી આપી શકાશે કોરોના વેક્સીન, દેશની પ્રથમ નોઝલ રસીની ટ્રાયલ પૂરી
કોર્પોરેશને મંજૂર કર્યો હતો પ્રસ્તાવ
મેંગલુરૂ શહેરના કોર્પોરેશને આ પહેલા મેંગલુરૂ ઉત્તરથી ભાજપના ધારાસભ્ય વાઈ ભારત શેટ્ટીની વિનંતી પર ચોકનું નામ બદલી સાવરકરના નામે રાખવાનો પ્રસ્તાવ મંજૂર કરી લીધો હતો. કોર્પોરેશન સાવરકરના નામ પર તેનું સત્તાવાર નામકરણ કરવા માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube