Uttar Pradesh: શું ભાજપમાં જોડાવવાના છે શિવપાલ યાદવ? ટ્વિટર પર આપ્યો આ સંકેત
પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (PSPL) ના અધ્યક્ષ અને સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે પોતાની રાજકીય કારકિર્દીમાં ધરખમ ફેરફાર લાવવાના સંકેત આપ્યા છે.
લખનઉ: પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (PSPL) ના અધ્યક્ષ અને સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા શિવપાલ યાદવે પોતાની રાજકીય કારકિર્દીમાં ધરખમ ફેરફાર લાવવાના સંકેત આપ્યા છે. આ સંકેત તેમના ટ્વિટર કવરના બદલાયેલા ફોટામાં દેખાય છે. શિવપાલે ટ્વિટર હેન્ડલ પર જે નવી તસવીર રાખી છે તે બ્લેક એન્ડ વ્હાઈટ છે અને કેપ્શનમાં લખ્યુ છે 'હૈ તૈયાર હમ'.
તેમના ટ્વિટર હેન્ડર પર થયેલા ફેરફાર બાદ તેમના આગામી રાજકીય પગલા વિશે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે. ગત શનિવારે શિવપાલ યાદવ ઈટાવા પહોંચ્યા હતા. જેથી કરીને પરિષદ ચૂંટણીમાં પોતાના રાઈટ ટુ વોટનો પ્રયોગ કરી શકે.શિવપાલ યાદવે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ એમ તો ન કહી શકે કે તેમણે કોને મત આપ્યો. પરંતુ જેને પણ આપ્યો તે જરૂર જીતશે. પોતાના આગળના પ્લાન વિશે તો તેમણે કઈ બહુ સ્પષ્ટ ન કર્યું પરંતુ એટલું જરૂર કહ્યું કે રાહ જુઓ બધુ ખબર પડી જશે. બહુ જલદી સુખદ સંદેશ મળશે. સારા દિવસ બહુ જલદી આવવાના છે.
ભાજપમાં સામેલ થશે?
શિવપાલ યાદવના અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી સાથે પોતાના તમામ સંબંધ તોડીને યુપીમાં ભાજપ સાથે ગઠબંધન કે વિલયનો વિકલ્પ પસંદ કરવા અંગે અટકળો થઈ રહી છે. હાલમાં જ શિવપાલ યાદવે ટ્વિટર પર પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ અને પૂર્વ ડેપ્યુટી સીએમ દિનેશ શર્માને ફોલો કરવાનું શરૂ કર્યું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube