શિવપાલ યાદવનું દર્દ છલકાયું! રામાયણનો ઉલ્લેખ કરતાં કહ્યું- હનુમાને જ રામને જીતાડ્યા અને લક્ષ્મણનો જીવ બચાવ્યો
વાસ્તવમાં આ બેઠકમાં શિવપાલ યાદવને બોલાવવામાં આવ્યા ન હતા. પછી શિવપાલે કહ્યું કે તેઓ 2 દિવસથી મીટિંગની રાહ જોઈ રહ્યા હતા. લખનઉથી તેઓ સીધા ઈટાવા પહોંચ્યા. અહીં એક કાર્યક્રમમાં તેમનું દર્દ છલકાઈ ગયું. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા રામાયણ અને મહાભારતના પાત્રોના ઉદાહરણો આપ્યા.
ઈટાવા: યૂપીમાં વિધાનસભાની ચૂંટણી પુરી થઈ ગઈ છે, પરિણામ આવી ચૂક્યા છે, તેમ છતાં રાજનીતિમાં ગરમાવો યથાવત છે. હવે હારેલી પાર્ટીઓ આંતરિક મૂલ્યાંકન કરી રહી છે. ત્યારે લખનઉમાં શનિવારે સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક મળી. જેમાં સપાના ચૂંટાયેલા ધારાસભ્યોએ વિપક્ષના નેતાના નામ પર મહોર મારી હતી. પરંતુ આ મીટિંગની વચ્ચે એક ઘટના બની જેણે બધાનું ધ્યાન ખેંચ્યું.
વાસ્તવમાં આ બેઠકમાં શિવપાલ યાદવને બોલાવવામાં આવ્યા ન હતા. પછી શિવપાલે કહ્યું કે તેઓ 2 દિવસથી મીટિંગની રાહ જોઈ રહ્યા હતા. લખનઉથી તેઓ સીધા ઈટાવા પહોંચ્યા. અહીં એક કાર્યક્રમમાં તેમનું દર્દ છલકાઈ ગયું. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા રામાયણ અને મહાભારતના પાત્રોના ઉદાહરણો આપ્યા. સાથે તેમણે એવું પણ કહ્યું કે આપણે હનુમાનની ભૂમિકાને યાદ રાખવી જોઈએ, કારણ કે તેમના કારણે રામ યુદ્ધ જીતી શક્યા.
તિરૂપતિમાં ભીષણ રોડ અકસ્માત; સગાઈમાં જઈ રહેલી બસ ખીણમાં પડી, 7ના મોત, 45 ઘાયલ
ઉલ્લેખનીય છે કે શિવપાલ યાદવ ઈટાવામાં ભાગવત કથામાં હાજરી આપી. તે સમયે તેમણે જણાવ્યું કે ભગવાન રામનો રાજતિલક થનાર હતો, પરંતુ અચાનક તેમને વનવાસ જવું પડ્યું. એટલું જ નહીં, હનુમાનજીની ભૂમિકા પણ ખુબ જ મહત્ત્વપૂર્ણ હતી. કારણ કે જો હનુમાન ના હોત તો, રામ રાવણ સામે યુદ્ધ ક્યારેય જીતી શક્યા ન હોત. એ પણ યાદ રાખો કે હનુમાન જ હતા, જેમણે લક્ષ્મણનો જીવ બચાવ્યો હતો.
શિવપાલે જણાવ્યું કે વિષમ પરિસ્થિતિઓ ક્યારેક ક્યારેક આવે છે. સામાન્ય જનતા જ નહીં, ભગવાનને પણ વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણા સંક્ટ આવ્યા, તેમની સામે લડ્યા અને અંતમાં જીત સત્યની જ થાય છે.
યોગી સરકાર 2.0 ના મંત્રીઓની બેચેની વધી, આજે થશે વિભાગોની વહેંચણી!
શિવપાલ યાદવે મહાભારતના ચરિત્રોનું પણ વર્ણન કર્યું. તેમણે જણાવ્યું કે, ધર્મરાજ યુધિષ્ઠિરને શકુનિ સાથે જુગાર રમવો જોઈતો નહોતો. જો તેમને જુગાર રમવો જ હતો તો દુર્યોધન સાથે રમવો હતો. પરંતુ તેમણે જુગાર શકુનિ સાથે રમ્યો, હવે તે પણ સત્ય છે કે શકુનિ જ હતો, જેણે મહાભારત કરાવી હતી.
નોંધનીય છે કે શિવપાલ યાદવ ઈટાવાની જસવંતનગર વિધાનસભામાં પહોંચ્યા. જ્યાં શ્રીમદ્દ ભાગવત કથામાં હાજરી આપી. આજ કથામાં તેમના વેવાઈ સિરસાગંજના પૂર્વ ધારાસભ્ય હરિઓમ યાદવ પણ હાજર હતા. શિવપાલ સિંહે જણાવ્યું હતું કે, અમે તો ઈચ્છતા હતા કે હરિઓમ યાદવ ધારાસભ્ય બની જાય, પરંતુ તેઓ હારી ગયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube