MP: ફ્લોર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી, શિવરાજ સિંહે દાખલ કરી અરજી
મધ્યપ્રેદશમાં બહુમત પરીક્ષણ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તત્કાલ ફ્લોર ટેસ્ટ કરવાની માગ કરી છે
ભોપાલ: મધ્યપ્રેદશમાં બહુમત પરીક્ષણ મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તત્કાલ ફ્લોર ટેસ્ટ કરવાની માગ કરી છે. શિવરાજ સિંહના વકીલે રજિસ્ટારની સમક્ષ આ મામલે જલ્દી સુનાવણી કરવાની અપલી કરી છે. સુપ્રીમ કોર્ટ આ મામલે મંગળવારે સુનાવણી હાથ ધરશે.
Breaking: કોરોનાના કારણે નહી થાય ફ્લોર ટેસ્ટ, MP ધારાસભ્યની કાર્યવાહી 10 દિવસ માટે સ્થગિત
તમને જણાવી દઇએ કે, મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધીઓ વચ્ચે કમલનાથ સરકારે આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ન થવા દીધું. રાજ્યપાલ લાલજી ટંડને 1 મિનિટમાં બજેટ સંબોધન પૂર્ણ કર્યું હતું. તેમણે તમામ સભ્યોને શુભકામનાઓ આપી અને બંધારણની મર્યાદા જાળવવા અનુરાધ કર્યો હતો. આ વચ્ચે મીડિયાના કેમેરાને સંદન અંદરથી હટાવી દેવામાં આવ્યા હતા.
બિન્દાસ વેચાઈ રહેલા ડુપ્લીકેટ સેનેટાઈઝરને આવી રીતે ઓળખજો...
સદનમાં ફ્લોર ટેસ્ટની માગને લઇને ભાજપે હંગામો કર્યો. સંસદીય કાર્યમંત્રી ગોવિંદ સિંહએ સ્પીકર એનપી પ્રજાપતિથી કોરોના વાયરસના ખતરાનો સંદર્ભ આપી વિધાનસભાની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરવાની આજીજી કરી હતી. સ્પીકર એનપી પ્રજાપતિએ તેમની વાત માન્ય રાખી સદનની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો.
ઈરાનમાં ફસાયેલા 53 ભારતીયોને એરલિફ્ટ કરાયા, તો યુરોપથી પણ 44 ભારતીય પરત ફર્યાં
આ પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે, મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ ન થવાની સ્થિતિમાં બળવાખોર ધારાસભ્યોની રાજભવનમાં પરેડ કરાવવામાં આવી શકે છે. તે પહેલા, રવિવાર રાત્રે 2 વાગ્યે હરિયાણાના માનેસરથી ભાજપના 100થી વધારે ધારાસભ્યો ભોપાલ પહોંચ્યા હતા. ભોપાલમાં ભાજપના ધારાસભ્યોને રિસીવ કરવા નેતા પ્રતિપક્ષ ગોપાલ ભાર્ગવ પહોંચ્યા હતા. આ તમામ ધારાસભ્યોને ભાજપે હરિયાણાના માનેસરમાં રાખ્યા હતા. મધ્ય પ્રદેશ વિધાનસભામાં 16 માર્ચના ફ્લોર ટેસ્ટની સંભાવના વચ્ચે ભાજપે તેમના ધારાસભ્યોને ભોપાલ રવાના કરી દીધા હતા, પરંતુ સદનની કાર્યવાહી 16 માર્ચના ફ્લોર ટેસ્ટની સંભાવનાની વચ્ચે ભાજપે તેમના ધારાસભ્યોને ભોપાલ રવાના કર્યા હતા. પરંતુ સદનની કાર્યવાહી 26 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.