ભોપાલ: મધ્ય પ્રદેશમાં સૂત્રોના હવાલેથી મોટા સમાચાર આવી રહ્યા છે. શિવરાજ સિંહ ચૌહાણ આજે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લઇ શકે છે. તે ચોથીવાર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનશે. સૂત્રોનું માનીએ તો રાજભવનમાં આજે સાંજે શિવરાજ સિંહ ચૌહાણનો શપથ ગ્રહણ થઇ શકે છે. શિવરાજ સાથે વધુ 4 લોકો શપથ ગ્રહણ કરી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

20 માર્ચના રોજ કમલનાથ આપ્યું હતું રાજીનામું
ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ શિવરાજ સિંહ ચૌહાણના નામ પર પોતાની સહમતિ આપી દીધી છે. તે આજે સાંજે 7 વાગે શપથ લે તેવી સંભાવના છે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસ સરકારના અલ્પમતમાં આવ્યા બાદ ગત 20 માર્ચના રોજ કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર ફક્ત 459 દિવસ ચાલી શકે છે. જ્યોતિરાદિત્ય સિંધિંયાએ કોંગ્રેસ સાથે બગાવત કરી ગત 11 માર્ચના રોજ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ 22 કોંગ્રેસી ધારાસભ્યોએ કમાલનાથ સરકારનો સાથ છોડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube