ભોપાલ : શિવરાજસિંહ ચૌહાણે 15 મહિનાના બ્રેક બાદ ચોથી વખત મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણની તુરંત બાદ શિવરાજસિંહે ટ્વીટ કરતા MPનું રાજકારણ ગરમાવનારા કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, જે 22 પુર્વ ધારાસભ્યોએ પોતાની પાર્ટીનું સભ્યપદ ત્યાગીને ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે, તે સાથીઓનો આભાર અને ધન્યવાદ. આશ્વસ્ત કરૂ છું કે આશા પર ખરો ઉતરીશ અને તેમનાં વિશ્વાસને નહી તુટવા દઉ. ઉલ્લેખનીય છે કે, 15 મહિના સુધી ચાલેલી કમલનાથ સરકારે રાજીનામું આપી દીધું છે. જેના પગલે ભાજપ ફરી એકવાર સત્તામાં આવ્યું છે. આ દરમિયાન બે અઠવાડીયા કરતા પણ વધારે સમય સુધી ચાલેલ રાજકીય મહાભારતમાં ભાજપ દાવો કરતું રહ્યું છે કે તેમનું મધ્યપ્રદેશની કમલનાથ સરકારને તોડી પાડવામાં કોઇ હાથ નથી. આ બધુ કોંગ્રેસનાં આંતરિક કલહનું જ પરિણામ છે.


અત્યાર સુધી 21 રાજ્યોમાં લોકડાઉન, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 467 પર પહોંચી
મુખ્યમંત્રી બન્યા બાદ જ શિવરાજ સિંહ ચૌહાણનું ટ્વિટ પ્રોફાઇલ પણ બદલી ચુક્યું છે. હવે શિવરાજસિંહ કોમન મેન ઓફ મધ્યપ્રદેશ નથી રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાસે પુરતુ સમર્થન નહી હોવાને પગલે 20 માર્ચે કમલનાથે રાજીનામું આપી દીધું હતું. મધ્યપ્રદેશમાં કોંગ્ર સરકાર માત્ર 459 દિવસ ચાલી શકી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવાખોરી કરીને ગત્ત 11 માર્ચે ભાજપનો હાથ પકડ્યો હતો. ત્યાર બાદ 22 કોંગ્રેસી ધારાસભ્યોએ કમલનાથ સરકારનો સાથ છોડી દીધો હતો. આ તમામ ધારાસભ્યોએ વિધાનસભાનું સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ કમલનાથ સરકાર લઘુમતીમાં આવી હતી. આ તમામ પૂર્વ ધારાસભ્યોએ રાજીનામ આપી દીધા હતા. ત્યાર બાદ કમલથાનની સરકાર સંકટમાં આવી હતી. તમામ પૂર્વ ધારાસભ્યો સિંધિયાના સમર્થક છે. જેપી નડ્ડાની હાજરીમાં તે તમામ ધારાસભ્યોએ ભાજપનો હાથ પકડ્યો હતો. હાલમાં ભાજપ પાસે મધ્યપ્રદેશ વિધાનસભામાં બહુમતી છે.


કોરોના વિરુદ્ધ ભારતના અભિયાનનાં સમગ્ર વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO એ પણ કહ્યું વાહ
સિંધિયાએ શિવરાજને શુભકામના પાઠવી
જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજસિંહ ચૌહાણને ફરીથી મુખ્યમંત્રી બનવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, પ્રદેશનો વિકાસ, પ્રગતિ અને ઉન્નતી માટે સદૈવ શિવરાજસિંહ ચૌહાણ સાથે છું. મને સંપુર્ણ વિશ્વાસ છે કે શિવરાજના નેતૃત્વમાં મધ્યપ્રદેશ વિકાસ માટેના નવા આયામો સ્થાપિત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube