સાધ્વી પ્રજ્ઞાનાં બચાવમાં શિવરાજ, કહ્યું કોંગ્રેસે એક સંન્યાસી પર કર્યો અત્યાચાર
ભોપાલથી ચૂંટણી નહી લડવાનાં સવાલ અંગે શિવરાજે કહ્યું કે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર નથી એવી સ્થિતીમાં કાર્યકર્તાઓને સંઘર્ષ માટે એકલા છોડીને જઇ શકું નહી
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે શહીદ હેમંક કરકરેવાળા નિવેદનથી ભાજપે ભલે છેડો ફાડી દીધો હોય, પરંતુ ઇન્ટરવ્યું દરમિયાન શિવરાજસિંહ ચૌહાણ તેમનો બચાવ કરતો જોવા મળ્યા હતા. ચૌહાણે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ભારતની એક એવી પુત્રી જે સંન્યાસી છે, જેમનો એક ઇરાદા માટે પોતાનાં જીવનને સમર્પિત કર્યું છે તેમને વગર કોઇ ગુન્હાએ કાયદાનો દુરૂપયોગ કરીને તમે જેલોમાં રાખો અત્યાચાર અને અન્યાય તેમના ઉપર હોય છે.
BJPના વોશિંગ મશીનથી ધોવાઇ આતંકવાદનો 1 આરોપી દેશભક્ત બન્યા: ભૂપેશ
કોંગ્રેસે યુપીએની સરકારને હિન્દુત્વનું બદનામ કરવાનો ભરપુર પ્રયાસ કર્યો. કાવત્રા રચ્યા અને આ કાવત્રું બેનકાબ થઇ ગઇ. હવે સાધ્વીનાં ચૂંટણી લડવા અંગે પણ વિરોધ પ્રકટ કરી શકે છે. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં જે પાર્ટીએ જીત પ્રાપ્ત કરી હોય તે જ પાર્ટી લોકસભા પણ જીતી છે તેવા સવાલનાં જવાબમાં શિવરાજ સિંહે કહ્યું કે, દેશની સંસદીય રાજનીતિમાં સામાન્ય રીતે આ જ ટ્રેન્ડ રહ્યો છે. જો કે મધ્યપ્રદેશમાં આ ટ્રેન્ડ બદલવાવા જઇ રહ્યો છે
ભોપાલથી ચૂંટણી નહી લડવાનાં સવાલ અંગે શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર નથી, આવી સ્થિતીમાં કાર્યકર્તાઓનાં સંઘર્ષ માટે એકલા છોડીને જઇ શકે તેમ નથી. જ્યા સુધી સરકાર હતી ત્યા સુધી હું ઠાઠથી મુખ્યમંત્રી રહ્યો પરંતુ હવે સરકાર નથી તો કાર્યકર્તાઓને છોડીને દિલ્હી જઇ શકું નહી. મારી અતરઆત્મા કહે છેકે મારે રાજ્યમાં રહીને જ કામ કરવું જોઇએ. હું લોકસભા ચૂંટણી લડીને દિલ્હી નથી જવા માંગતો. હું ઇમોશનલી રાજ્યની સાથે જોડાયેલો છું. હું અહીં રહીશ. સંઘર્ષ કરીશ, કોંગ્રેસ સરકારની છાતી પર મગ દળીશ. જે વચન આપ્યા છે અને તેને પુર્ણ કરવા માટે લડાઇ લડીશ. મે વિધાનસભા ચૂંટણીની તુરંત બાદ પાર્ટીથી આ વાત કહી દીધી હતી.