MP News: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે એ પીડિત આદિવાસીની મુલાકાત સાથે મુલાકાત કરી જેની સાથે સીધીમાં અમાનવીય વર્તણૂંક કરાઈ હતી. સીએમ શિવરાજસિંહ ચૌહાણે તે વ્યક્તિના પગ ધોયા, માળા પહેરાવી અને અંગવસ્ત્ર આપીને સન્માન કર્યું. CMએ મુખ્યમંત્રી આવાસ પર બોલાવીને પેશાબકાંડના પીડિત વ્યક્તિ સાથે મુલાકાત કરી  અને પગ ધોયા. ત્યારબાદ શિવરાજે તેમના માથે તિલક પણ કર્યું. અત્રે જણાવવાનું કે સીધીમાં માનવતાને શર્મસાર કરતી ઘટનાને અંજામ અપાયો. આરોપીએ આદિવાસી વ્યક્તિ પર પેશાબ કર્યો જેનો વીડિયો વાયરલ થતા દેશભરમાં હડકંપ મચી ગયો. 


આરોપીના ઘરે બુલડોઝર એક્શન
શિવરાજ સિંહ ચૌહાણ સરકાર અને ભાજપ તરફથી  કરાયેલા એલાનની અસર પણ જોવા મળી અને બુધવારે આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર એક્શન પણ જોવા મળ્યું. આ માટે વહીવટીતંત્ર ભારે પોલીસફોર્સ સાથે આરોપીના ઘરે પહોંચ્યું અને થોડીવાર બાદ પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલવા લાગ્યું. પ્રશાસનનું માનીએ તો ઘરના એ ભાગને પાડવામાં આવ્યું જે ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને બનાવાયું હતું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube