મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે શવિસેના-ભાજપ વચ્ચેનું અંતર હવે વધતું જઈ રહ્યું છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિવેદનથી નારાજ શિવસેનાએ આજે સાંજે ભાજપ સાથે મીટિંગમાંથી છેડો ફાડી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોએ જણાવ્યું કે, આ મીટિંગમાં શિવસેના તરફથી સંજય રાઉત અને સુભાષ દેસાઈ ભાગ લેવાના હતા, પરંતુ હવે કોઈ નહીં જાય. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું હતું કે, શવિસેના સાથે 50-50 ફોર્મ્યુલા પર કોઈ ચર્ચા થઈ નથી. આગામી 5 વર્ષ સુધી હું પોતે જ મુખ્યમંત્રી રહેવાનો છું. 


મહારાષ્ટ્રનો CM હું જ બનીશ, શિવસેના સાથે ક્યારેય 50-50 ફોર્મ્યુલા પર વાત નથી કરી: ફડણવીસ


આ બાજુ શવિસેનાના સંજય રાઉતે ફડણવીસના નિવેદન અંગે કહ્યું કે, અમને લાગે છે તે સત્યની વ્યાખ્યા હવે બદલવી પડશે. 50-50 ફોર્મ્યુલાની વાત અમિત શાહની સામે જ થઈ હતી. આ દરમિયાન દેવેન્દ્રજી પણ સાથે જ હતા. સંજય રાઉતે કહ્યું કે, અગાઉ આજે સાંજે 4 વાગે ચર્ચા શરૂ થવાની હતી. હવે જ્યારે મુખ્યમંત્રી જ એવું કહી રહ્યા છે કે 50-50 ફોર્મ્યુલા જેવી કોઈ વાત થઈ નથી તો પછી અમે કયા આધારે વાત કરીશું. આથી, ઉદ્ધવ ઠાકરેએ બંને પાર્ટીની નક્કી થયેલી મીટિંગ રદ્દ કરી નાખી છે. 


BJPના પ્લાન 'B' ફોર્મ્યુલા પર શિવસેનાએ આપ્યો જવાબ- 'અહીં કોઈ દુષ્યંતના પિતા જેલમાં નથી'


જુઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....