રામ મંદિર પર બોલ્યા ઉદ્ધવ ઠાકરે, ‘જો નિર્માણ કાર્ય અગળ વધશે નહીં તો હું ફરી જઇશ અયોધ્યા’
શિવસેનાના સમાચાર પત્ર સામનાને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનું આ વધુ એક કાર્યકાળ હશે. ઉદ્ધવ ઠાકરેએ શિવસેના સાંસદ સંજય રાઉતની સાથે એક મુલાકાતમાં કહ્યું કે, કોંગ્રેસ ફ્રી એજન્ડા માટે કામ કરે છે.
મુંબઇ: લોકસભા ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવા વચ્ચે અયોધ્યાના રામ મંદિર મામલે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય આગળ નહીં વધે તો હું બીજી વખત અયોધ્યા જઇશ.
વધુમાં વાંચો: #IndiaKaDNA માં બોલ્યા કેશવ પ્રસાદ મૌર્યા- ‘23 મેએ સપા-બસપા-કોંગ્રેસ ગઇ’