મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સાથે ગઠબંધન તોડીને સરકાર બનાવવાની તૈયારીમાં છે. સરકારની રચના બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતને અચાનક છાતીમાં દુખાવો ઉપડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય રાઉતને હૃદયમાં દુખાવાની ફરિયાદ પછી હોસ્પિટલમાં લઈ જવાયા છે. હોસ્પિટલમાં ડોક્ટરોએ સંજય રાઉતની એન્જિયોગ્રાફી કરી છે. સંજય રાઉત અત્યારે ડો. મેથ્યુ અને ડો. મેનનની દેખરેખ હેઠળ છે. એન્જિયોગ્રાફીનો રિપોર્ટ આવી ગયા પછી ઈલાજ નક્કી કરવામાં આવશે. 


મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી સંજય રાઉત જ રાજ્યમાં શિવસેનાની સરકાર રચાય તેના માટે ભાગદોડ કરી રહ્યા છે. સોમવારે સંજય રાઉતે જ જાહેરાત કરી હતી કે રાજ્યમાં કોંગ્રેસ અને એનસીપીના ટેકા સાથે શિવસેના સરકાર બનાવશે.  તેમની જાહેરાત પછી કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી રહેલા શિવસેનાના નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું. આ રાજીનામાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તુટી ગયું છે. 


ઉલટી ગંગાઃ અત્યાર સુધી નેતાઓ 'માતોશ્રી' જતા હતા, હવે ઉદ્ધવ સત્તા માટે પવારને મળવા પહોંચ્યા


બીજી તરફ એનસીપીના નેતા નવાબ મલિકે પણ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરી છે કે, તેઓ શિવસેના સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેના પર કોંગ્રેસની સહમતિ પછી જ અંતિમ નિર્ણય લેવાશે. 


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....