અહો આશ્ચર્યમ! યુવકના પેટમાંથી નીકળી સ્ટીલની 63 ચમચી, સાંભળીને ચમક્યાને...પણ આ હકીકત છે
પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીના પેટમાંથી નીકળેલી ચમચીઓ જોઈને ડોક્ટરો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે દર્દીની હાલત ખુબ જ ગંભીર છે.
મુઝફ્ફરનગર: ઓપરેશન દરમિયાન ક્યારેક પેટમાં ટ્યૂમર, પથરી નીકળવાના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ તમને ક્યારે કોઈના પેટમાંથી સ્ટીની ચમચીઓ નિકળવાનો કિસ્સો સાંભળ્યો નહીં હોય. અને તે પણ એક-બે નહીં, પુરી 63 ચમચીઓ... આવો આશ્ચર્યજનક કિસ્સો હાલ યૂપીના મુઝફ્ફરનગરમાંથી સામે આવ્યો છે.
પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીના પેટમાંથી નીકળેલી ચમચીઓ જોઈને ડોક્ટરો પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે દર્દીની હાલત ખુબ જ ગંભીર છે.
શું છે સમગ્ર ઘટના?
મુઝફ્ફરનગર જનપદના થાના મંસૂરપુર વિસ્તારમાં આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બોપાડા ગામનો 40 વર્ષીય વિજય નામના યુવકને પેટમાં જોરદાર દુખાવો ઉપડ્યો હતો. તેની ફરિયાદ પર મુઝફ્ફરનગરની ખાનગી હોસ્પિટલમાં તેણે દાખલ કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ જ્યારે તેણી તપાસ કરી, તો પેટમાં કોઈ વસ્તુ હોવાનો ભાસ થયો હતો.
ડોક્ટરોએ વિજયના પરિવારને જણાવ્યું હતું કે, તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. પરિવારની રજા લીધા બાદ વિજયનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન થિયેટરમાં જ્યારે ડોક્ટરોએ વિજયના પેટ પર ચીરો લગાવ્યો અને અંદરથી જે દ્રશ્ય જોવા મળ્યું તે જોઈને આશ્ચર્યમાં મૂકાયા હતા.
વિજયના પેટમાં સ્ટીલની ઘણી ચમચીઓ જોવા મળી હતી. જોકે, ચમચીઓનો આગળનો ભાગ ગાયબ હતો. એક પછી એક કરીને ડોક્ટરોએ વિજયના પેટમાંથી 63 ચમચીઓ કાઢી હતી. લગભગ 4 કલાક સુધી ડોક્ટરોએ વિજયનું ઓપરેશન કર્યું. ડોક્ટરોએ આ ઓપરેશનનો વીડિયો પણ બનાવ્યો હતો.
પરિવારે નશા મુક્તિ કેન્દ્ર પર લગાવ્યો આરોપ
ઓપરેશન પછી વિજયની હાલત ખુબ જ લથડી રહી છે. ડોક્ટરોએ જણાવ્યું કે આવો કેસ અમે પહેલી વાર જોયો છે. કોઈ પણ માણસ આટલી બધી ચમચીઓ કેવી રીતે ખાઈ શકે?
આ મામલામાં અખિલ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિજયને નશા કરવાની લત હતી. તેની નશાની લત છોડાવવા માટે શહેરના એક નશા મુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ત્યાંના સ્ટાફે વિજયને જબરદસ્તી ચમચીઓ ખવડાવી છે. વિજયે ઘરે આવ્યા બાદ આ વાત અમને જણાવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube