વહુને વિઝા મળે એટલે સાસરીવાળાએ લાખો રૂપિયા ખર્ચ્યા, પછી જે થયું....ભગવાન આવું ન કરે કોઈની સાથે
પંજાબના લુધિયાણાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાડોવાલ પોલીસ મથકમાં સસરાની ફરિયાદ પર તેમની પુત્રવધુ, તેના પિતા અને 2 ભાઈઓ વિરુદ્ધ ફ્રોડનો કેસ દાખલ થયો છે.
પંજાબના લુધિયાણાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લાડોવાલ પોલીસ મથકમાં સસરાની ફરિયાદ પર તેમની પુત્રવધુ, તેના પિતા અને 2 ભાઈઓ વિરુદ્ધ ફ્રોડનો કેસ દાખલ થયો છે. આ મામલે જાણકારી આપતા પોલીસ સ્ટેશન ઈનચાર્જ વીરેન્દ્ર સિંહ બૈનીપાલ તથા એસ.આઈ પરગટ સિંહે જણાવ્યું કે પોલીસને ગામ ચાહડના રહીશ સરૂપ સિંહ પુત્ર સરદાર સિંહે ફરિયાદ દાખલ કરી હતી કે તેણે તેના પુત્ર સુરજીત સિંહના લગ્ન મોડલ કોલોનીમાં રહેતી કુલવિન્દર કૌર (રણજીત સિંહની પુત્રી) સાથ ેકર્યા હતા.
તેને કેનેડા મોકલવા માટે તેની ફાઈલ એમ્બેસીમાં મૂકી પરંતુ ત્યાં તેના વિઝા રિફ્યૂઝ થઈ ગયા. ત્યારબાદ ફરીથી તેને ઈંગ્લેન્ડ મોકલવા માટે ફાઈલ મૂકી જ્યાં તેનો કોલેજની ફીથી લઈને તમામ ખર્ચો કર્યો. ફરિયાદકર્તાએ જણાવ્યું કે તેમણે પોતાની પુત્રવધુને વિદેશ મોકલવા માટે 40 લાખ રૂપિયા ખર્ચ્યા અને જ્યારે તેના વિઝા આવી ગયા તો પુત્રવધુ કુલવિન્દર કૌરે તેના પિતા રણજીત સિંહ, ભાઈ દવિન્દ્ર સિંહ તથા પલવિન્દર સિંહ સાથે મળીને સાસરીવાળાને જણાવ્યાં વગર ઈંગ્લેન્ડની ટિકિટ કઢાવીને વિદેશ જતી રહી
આટલે પણ તે અટકી નહી અને ત્યાં જઈને તેણે સાસરીવાળા સાથે કોઈ સંબંધ રાખ્યો નહીં. પોલીસે આ મામલાની તપાસ કર્યા બાદ ચારેય આરોપીઓ વિરુદ્ધ ફ્રોડનો કેસ દાખલ કર્યો છે. જો કે હજુ સુધી કોઈની પણ ધરપકડ થઈ નથી.