નશેડી યુવતીએ મચાવ્યો હડકંપ! ગલીઓમાં ફરતી જોવા મળે, 20 લોકો એચઆઈવી પોઝિટિવ, પત્નીઓ પણ સંક્રમિત થઈ
રામનગરથી જે સમાચાર સામે આવ્યા છે તે જાણીને ચોંકી જશો. મીડિયા રિપોર્ટ મુજબ એક નશેડી કિશોરીના સંપર્કમાં આવવાથી 20થી વધુ લોકો એચઆઈવી પોઝિટિવ થઈ ગયા. એવું કહેવાય છે કે એચઆઈવી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જિલ્લા પ્રશાસનના જણાવ્યાં મુજબ અચાનક લોકોના સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા છે.
ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના રામનગરથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અહીં નશાનો કારોબાર વધી રહ્યો છે. અનેક તસ્કરો પકડાયા છે. પરંતુ આમ છતાં તેમના પર લગામ કસવી મુશ્કેલ બની રહી છે. હવે રામનગરથી જે સમાચાર સામે આવ્યા છે તે જાણીને ચોંકી જશો. મીડિયા રિપોર્ટ મુજબ એક નશેડી કિશોરીના સંપર્કમાં આવવાથી 20થી વધુ લોકો એચઆઈવી પોઝિટિવ થઈ ગયા. એવું કહેવાય છે કે એચઆઈવી સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. જિલ્લા પ્રશાસનના જણાવ્યાં મુજબ અચાનક લોકોના સંક્રમિત થવાના સમાચાર સામે આવ્યા છે.
શહેરમાં હડકંપ મચ્યો
સંક્રમિત થનારાઓમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાનું કહેવાય છે જે પતિના સંપર્કમાં આવવાથી ચેપગ્રસ્ત થઈ. હકીકતમાં જે નશેડીઓ એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે તેમાંથી ઘણા પરિણીત છે. ઘટના બાદ સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ પ્રશાસન તપાસમાં લાગ્યું છે. મળતી માહિતી મુજબ રામનગરમાં રહેતી એક સગીરા નશાનું સેવન કરે છે અને ખુલ્લેઆમ શહેરની કોઈ પણ ગલીમાં ફરતી હોય છે.
આ રીતે થયો ખુલાસો
જ્યારે ખબર પડી ત્યારે કિશોરીના સંપર્કમાં આવેલા નશેડીઓના સ્વાસ્થ્યમાં નબળાઈ અને અન્ય ફરિયાદો જોવા મળી. જ્યારે તેમની તપાસ કરાઈ તો તેઓ એચઆઈવી પોઝિટિવ હોવાનું બહાર આવ્યું. મામલાની જાણકારી આપતા જિલ્લાના મુખ્ય ચિકિત્સા અધિકારી ડોક્ટર હરીશ પંતે જણાવ્યું કે રામનગરમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષમાં દર વર્ષે લગભગ 20 કેસ એચઆઈવી પોઝિટિવ આવતા હતા.
નાની ઉંમરના લોકો
તેમણે જણાવ્યું કે આ વર્ષે એપ્રિલથી લઈને અત્યાર સુધી 6 મહિનામાં 19 લોકો એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે. જેમની તપાસ રામનગર સરકારી હોસ્પિટલમાં કરાઈ. તેમણે જણાવ્યું કે મામલો ખુબ ગંભીર છે અને તેની તપાસ થઈ રહી છે. તેમણે એ પણ જણાવ્યું કે જે પણ લોકો એચઆઈવી પોઝિટિવ મળી આવ્યા છે તેઓ નાની ઉંમરના છે.