છત્તીસગઢના રાયપુરમાં આવેલા સિટી મોલથી એક હચમચાવી નાખતો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક બાળકના પિતાની બેદરકારીના કરાણે 40 ફૂટથી બાળક નીચે પડ્યું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. એવું કહેવાય છે કે આ દુર્ઘટનામાં બાળકનું મોત થયું છે. આ ઘટના મંગળવાર રાતની છે. જ્યારે સિટી મોલમાં ત્રીજા માળેથી એક બાળક પડતા તેનું મોત નિપજ્યું. 


મોલમાં ફરવા આવ્યો હતો પરિવાર
આ પરિવાર રાયપુરના પંડરી સ્થિત મોલમાં ફરવા માટે આવ્યો હતો. મોલમાં પિતા તેમના બે પુત્રને લઈને ફરી રહ્યા હતા. આ દરમિાયન તેઓ પોતાના બાળકને મોલના ત્રીજા માળથી એસ્કેલેટરથી ઉપર લઈ જવા લાગ્યા. આ દરમિયાન જ્યારે તેઓ બીજા બાળકને સંભાળવા ગયા ત્યાં અચાનક હાથમાં રહેલું બાળક  છૂટી ગયું. બાળક લગભગ 40 ફૂટ ઉપરથી નીચે પડ્યું. બાળક નીચે પડતા જ મોલમાં અફરાતફરી મચી ગઈ. ત્યારબાદ તરત બાળકના પરિજનો નીચે આવ્યા અને બાળકને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગયા. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube