Covid-19: ‘શૂટર દાદી’ Chandro Tomar નું નિધન, થોડા દિવસ પહેલા થયા હતા સંક્રમિત
શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાને કારણે નિધન થયુ છે. 27 એપ્રિલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મેરઠઃ કોરોના મહામારી એક બાદ એક જાણીતી હસ્તિઓને છીનવી રહી છે. શુક્રવારે 'શૂટર દાદી'ના નામથી જાણીતા શૂટર ચંદ્રો તોમરનું નિધન થઈ ગયુ. 26 એપ્રિલે 89 વર્ષના ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી મેરઠની મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલી રહી હતી. શૂટર દાદીના નિધનથી તેમના ચાહકોમાં શોકની લહેર દોડી ગઈ છે.
કોરોના પોઝિટિવ મળ્યા બાદ ચંદ્રો તોમરના ટ્વિટર પેજ પર આ વાતની જાણકારી આપવામાં આવી હતી. ટ્વિટર પેજ પર લખવામાં આવ્યા હતા, દાદી ચંદ્રો તોમર કોરોના પોઝિટિવ છે અને શ્વાસની મુશ્કેલીને કારણે હોસ્પિટલમાં દાખલ છે. ઈશ્વર બધાની રક્ષા કરે- પરિવાર. ટ્વિટર પર શૂટર દાદી કોરોના પોઝિટિવ આવવાની જાણકારી મળતા યૂઝર્સ તેમના જલદી સાજા થવાની કામના કરવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ જ્યારે દિલ્હી હાઈકોર્ટમાં રડવા લાગ્યા સીનિયર વકીલ, જજે કહ્યું- આપણે બધા લાચાર છીએ
વિશ્વના સૌથી મોટી ઉંમરના શૂટર
ચંદ્રો તોમરે જ્યારે શૂટિંગને અપનાવ્યુ ત્યારે તેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી, પરંતુ ત્યારબાદ તેમણે ઘણી રાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી. તેમના પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી હતી. તેમને વિશ્વના સૌથી મોટી ઉંમરના શૂટર માનવામાં આવતા હતા.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube