શ્રીનગરઃ Shopian Encounter: જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir) ના શોપિયાંમાં આતંકીઓ (Terrorists) અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે, માર્યા ગયેલા આતંકીઓ પાસેથી વિસ્ફોટ જપ્ત થયો છે. આ અથડામણ આજે સવારે ચૌગામ (Chowgam) વિસ્તારમાં શરૂ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ તે જાણકારી મળી નથી કે ઘરાયેલા આતંકી ક્યા સંગઠન સાથે જોડાયેલા છે. અથડામણને લઈને કાશ્મીર ઝોન પોલીસ  (Kashmir Zone Police) એ ટ્વીટ કર્યું છે, શોપિયાંમાં ચાલી રહેલી અથડામણમાં બે અજાણ્યા આતંકી માર્યા ગયા છે અને તેની પાસેથી વિસ્ફોટક મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 


PM મોદીએ જન્મજયંતિ પર અટલ બિહારી વાજપેયીને કર્યા યાદ, ક્રિસમસની આપી શુભેચ્છા


પોલીસે કહ્યું- સર્ચ અભિયાન દરમિયાન આતંકીઓની હાજરીની માહિતી મળ્યા બાદ તેને આત્મસમર્પણ કરવા માટે કહેવામાં આવ્યું. તેણે આત્મસમર્પણ કરવાનો ઇનકાર કરી દીધો અને સુરક્ષાદળોએ ગોળીબારી શરૂ કરી હતી. જવાબી કાર્યવાહીમાં તે મોતને ભેટ્યો હતો. આતંકવાદીની ઓળખ શહઝાદ અહમદ સેહના રૂપમાં થઈ છે, જે કુલગામના સેહપોરાનો રહેવાની હતી. 


અમારૂ લક્ષ્ય આતંકવાદને ઉખેડી ફેંકવાનો છે- દિલબાગ સિંહ
તો શ્રીનગરના હરવાન વિસ્તારમાં અથડામણ સહિત લાગમાં થયેલા સર્ચમાં ઘણા પાકિસ્તાની આતંકીઓને ઠાર કરવાનો સંદર્ભ આપતા જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ- અમારૂ લક્ષ્ય જમ્મુ-કાશ્મીરથી આતંકવાદને ઉખેડી ફેંકવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube