આંખો પર પટ્ટી બાંધીને શાકભાજી કાપે છે દુકાનદાર, પછી ગ્રાહક સામે કરે છે આ કામ
ઇન્ટરનેટ વિચિત્ર અને શાનદાર કન્ટેન્ટનો અડ્ડો છે અને તેને નકારી શકાય નહીં. શું તમને પુરાવાની જરૂર છે? તો એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતા દ્રારા પુરી પ્રોસેસ દરમિયાન આંખે પાટા બાંધીને નૂડલ્સ બનાવવાનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો છે.
Viral Video: ઇન્ટરનેટ વિચિત્ર અને શાનદાર કન્ટેન્ટનો અડ્ડો છે અને તેને નકારી શકાય નહીં. શું તમને પુરાવાની જરૂર છે? તો એક સ્ટ્રીટ ફૂડ વિક્રેતા દ્રારા પુરી પ્રોસેસ દરમિયાન આંખે પાટા બાંધીને નૂડલ્સ બનાવવાનો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો છે. તે વ્યક્તિ મધ્યપ્રદેશના ઈન્દોરનો રહેવાસી છે અને અમને ખાતરી છે કે વીડિયો જોયા પછી તમારા તરફથી પણ ચોક્કસ કંઇક ને કંઇક રિએક્શન આવશે.
આંખો બંધ કરીને ચૂલા પર બનાવે છે નૂડલ્સ
વાયરલ થઈ રહેલી ક્લિપને 'નાગપુર બઝ' નામના પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. શોર્ટ વિડિયોમાં, એક સ્ટ્રીટ વેન્ડર જે પોતાને ઈન્દોરી જેક સ્પૈરો (Indori Jack Sparrow) કહે છે. તેણે નૂડલ્સ બનાવવા માટે આશ્વર્યજનક કામકર્યું. રૂવાડાં ઉભા કરી દેનાર આ વિડીયો જોયા પછી તમે ચોંકી જશો. જ્યારે તે નૂડલ્સ બનાવતો હતો, ત્યારે તેની આંખ પર પટ્ટી બાંધવામાં આવી હતી.
દુકાન પર ગ્રાહકો તેને જોઈને થઇ ગયા આશ્ચર્યચકિત
નૂડલ્સ બનાવવા માટે, દુકાનદારે સૌથી પહેલા કોબીને છરી વડે ખૂબ જ ઝડપે કાપી અને તેને તપેલીમાં ફ્રાય કરી લીધી. પછી તેણે પેનમાં નૂડલ્સ નાખ્યા અને પછી તેમાં ચટણી ઉમેરીને બરાબર મિક્સ કરી લીધું. ત્યારબાદ ચાઉમીન તૈયાર થઇ ગયા તો તેને એક પ્લેટમાં નાખીને સર્વ કર્યા. પીરસતાં પહેલાં દુકાનદારે તેને કોથમીરથી ગાર્નિશ કર્યા. આ વીડિયો ઈન્દોરના સાંઈ કૃપા ચાઈનીઝ સેન્ટરનો છે. ઓનલાઈન શેર કર્યા પછી, વિડિયોને 60 હજારથી વધુ વ્યૂ મળ્યા છે. નેટીઝન્સ તેની સ્કિલથી પ્રભાવિત થયા અને ફાયર ઇમોજીસથી કોમેન્ટ બોક્સ ભરી દીધું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube