વાયુસેનાએ પાક.ના જુઠ્ઠાણાનો અમેરિકાને જવાબ આપ્યો, PoKમાં F-16 તોડી પડાયું
વાયુસેનાનો દાવો છે કે ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી તે વાત સ્પષ્ટ થઇ જાય છે કે, સુત્રોનું કહેવું છે કે એફ-16ને નિયંત્રણ રેખાથી 8-10 કિલોમીટર અંદર આવ્યું ત્યાર બાદ આ ફાઇટ થઇ હતી
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ એક વક્તવ્યમાં કહ્યું કે, 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના સાથે થયેલ ડોગ ફાઇટમાં પાકિસ્તાનનાં જે વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું તે F-16 જ હતુ. વાયુસેનાનો દાવો છે કે ઇલેક્ટ્રોનિક સિગ્નેચરથી આ વાત સ્પષ્ટ થઇ જાય છે. સુત્રોએ કહ્યું કે, એફ-16ને નિયંત્રણ રેખાથી 8-10 કિલોમીટર દુર સબ્જકોટનાં વિસ્તારમાં અભિનંદનનાં Mig-21થી ફાયર થઇ અને આર-72 મિસાઇલને તોડી પાડવામાં આવી.
રાહુલનું વિવાદિત નિવેદન: PM મોદીએ જુતા ફટકારીને ગુરૂ અડવાણીને મંચ પરથી ઉતાર્યા
અભિનંદનનાં વિમાનને આ સ્થળથી 10 કિલોમીટર દુર તંદરમાં તોડી પાડવામાં આવ્યું. ભારતીય સીમાની અંદર ઉડી રહેલા અવાક્સનાં સ્ક્રીનશોટ પરથી માહિતી મળે છે કે અભિનંદન સામે ઉડી રહેલ પાકિસ્તાની ફાઇટર માત્ર એફ-16 હતા. તેમાંથી એક ફાઇટર થોડી સેકંડ બાદ સ્ક્રીનથી ગાયબ થઇ જાય છે. ત્યાર બાદ પાકિસ્તાનનાં રેડિયો ટ્રાન્સમિશનનાં ઇન્ટરસેપ્ટથી માહિતી મળે છે કે તેમનાં એફ-16 પરત નથી ફરી રહ્યું સુત્રોનો દાવો છે કે વાયુસેના પાસે એવા પુરતા પુરાવા છે જે જણાવે છે કે પાકિસ્તાની એફ-16 અંગે તમામને ગુમરાહ કરી રહ્યા છે. અવોક્સનાં electronic support measuresએ હુમલાખોર જેટ્સમાં એફ-16ની પૃષ્ટી કરી હતી.
અડવાણીને મળ્યા જોશી, BJPના સ્થાપનાના દિવસની પુર્વ સંધ્યાએ યોજાઇ મુલાકાત
અમિત શાહની રાહુલ ગાંધીને સલાહ 'ઝડપથી સાજા થઇ જાઓ યુવરાજ'
અમેરિકી પત્રિકાએ કર્યો દાવો
ફોરેન પોલિસી નામની એક પત્રિકાએ ગુરૂવારે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે પાકિસ્તાન પાસે હાલનાં એફ-16 વિમાનોની અમેરિકા દ્વારા કરવામાં આવેલી ગણત્રીથી માહિતી મળે છે કે તેમાં એક પણ વિમાન ઓછું નથી. પત્રિકાનાં આ સમાચાર ભારતનાં આ દાવાની ઉલટ છે તેનાં એક ફાઇટર વિમાને 27 ફેબ્રુઆરીએ થયેલા હવાઇ ઘર્ષણ દરમિયાન પાકિસ્તાનનાં એફ-16 વિમાનને તોડી પાડ્યું હતું.
ED ચાર્જશીટ કોઇ ચૂંટણીનો મુદ્દો નહી, RG, AP અને FAM અંગે સ્પષ્ટતા કરે કોંગ્રેસ
ઉલ્લેખનીય છે કે, પુલવામામાં 14 ફેબ્રુઆરીનાં રોજ સીઆરપીએફનાં કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનાં બાલકોટમાં આતંકવાદી શિબિરો પર બોમ્બ તોડી પાડ્યા હતા. ભારતની આ કાર્યવાહી બાદ બંન્ને દેશોએ ફાઇટર વિમાનો વચ્ચે એક ઘર્ષણ થયું જેમાં એફ-16 વિમાનને તોડી પાડવામાં આવ્યા હતા.