Shraddha Murder Case: બહુચર્ચિત શ્રદ્ધા મર્ડર કેસમાં એક બાદ એક સનસનીખેજ ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. દિલ્હીના છતરપુરમાં મુંબઈની શ્રદ્ધા હત્યાકાંડની તપાસ મહત્વપૂર્ણ તબક્કે પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસે આફતાબના માતા-પિતાનું નિવેદન નોંધ્યું છે. બુધવારે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ એટલે કે લાઈવ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કેસ કોઈ સામાન્ય કેસ નથી લવ જેહાદનો મામલો પણ આ કેસમાં સામેલ છે. જેને કારણે આ કેસ હવે એક હાઈપ્રોફાઈલ કેસ બની ગયો છે. આ કેસ માન્ય એક શહેર પુરતો સિમિત નથી રહ્યો આ કેસ, હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે. અને સૌ કોઈ આ કેસમાં આરોપીને કડકમાં કડક સજા આપવાની માંગ કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂનાવાલાનો પોલીગ્રાફ ટેસ્ટ કરાયો-
મંગળવારે પોલીસે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ કર્યો છે. પોલીસ તેને FSLની ઓફિસે લઈ ગઈ હતી, જ્યાં આફતાબને સાડા ત્રણ કલાક રાખવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે પહેલા આફતાબનો પ્રી-પોલીગ્રાફ ટેસ્ટ થયો હતો, ત્યારબાદ પોલીગ્રાફ ટેસ્ટ શરુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને 15થી 18 સવાલો પૂછવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસ બુધવારે પણ આફતાબને FSLમાં પોલીગ્રાફ ટેસ્ટ માટે લઈને જશે.


હત્યારાએ તમામ પૂરાવાનો નાશ કર્યો-
આરોપી આફતાબ પૂનાવાલાએ સુવિચારીત કાવતરા હેઠળ પુરાવાનો નાશ કરી દીધો છે. તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા કરવા માટે વપરાતા સાધનોને એવી રીતે ફેંકી દીધા કે પોલીસ તેને પાછળથી શોધી ન શકે. આરોપીઓએ ગુરુગ્રામમાં DLF પાસેના જંગલમાં કરવત અને બ્લેડ ફેંકી દીધી હતી. આ સિવાય તેણે છત્તરપુરમાં 100 ફૂટ રોડ પર ચાપડને કચરામાં ફેંકી દીધી હતી. બીજી તરફ, ગુરુગ્રામમાં આફતાબ જે કોલ સેન્ટરમાં કામ કરતો હતો ત્યાથી વર્ક ફ્રોમ હોમ લઈ લીધું હતું.


હત્યા કરવા ત્રણ ધારાદાર બ્લેડ ખરીદી હતી-
દક્ષિણ જિલ્લા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી આફતાબ પૂનાવાલાએ જણાવ્યું કે તેણે ગુરુગ્રામમાં આરી અને બ્લેડ ફેંકી હતી . આવી સ્થિતિમાં, પોલીસે આરોપીઓને લઈને ગુરુગ્રામના જંગલમાં બે દિવસથી સર્ચ ઓપરેશન ચલાવ્યું છે, પરંતુ પોલીસને કંઈ મળ્યું નથી. શ્રધ્ધાના શરીરના ટુકડા કરવા માટે આરોપીઓએ મહેરૌલી માર્કેટમાંથી ત્રણ ધારદાર બ્લેડ ખરીદી હતી. ગુરુગ્રામમાં એક-બે દિવસ પછી ફરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube