Shraddha Murder Case: ફ્રિજમાં શ્રદ્ધાની લાશના ટુકડાં અને રૂમમાં નવી ગર્લફ્રેન્ડ...અત્યંત આઘાતજનક ઘટસ્ફોટ
Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં તપાસ હવે તેજ થઈ ગઈ છે. આ મામલે અત્યંત ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હોવાની વાત કબૂલી છે. એવો પણ ખુલાસો થયો છે કે જૂન અને જુલાઈ મહિનામાં જ્યારે ઘરમાં શ્રદ્ધાના મૃતદેહના કેટલાક ટુકડાં પડ્યા હતા ત્યારે આફતાબે નવી ગર્લફ્રેન્ડને પોતાના ઘરે પણ બોલાવી હતી.
Shraddha Murder Case: શ્રદ્ધા હત્યા કેસમાં તપાસ હવે તેજ થઈ ગઈ છે. દિલ્હી પોલીસ મેહરોલીના જંગલમાં શ્રદ્ધા કેસના પુરાવા શોધી રહી છે. આરોપી આફતાબને લઈને પોલીસ પુરાવા અને અન્ય બોડી પાર્ટ્સની શોધ કરી રહી છે. આ મામલે અત્યંત ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે. આફતાબે શ્રદ્ધાની હત્યા કરી હોવાની વાત કબૂલી છે. એવો પણ ખુલાસો થયો છે કે જૂન અને જુલાઈ મહિનામાં જ્યારે ઘરમાં શ્રદ્ધાના મૃતદેહના કેટલાક ટુકડાં પડ્યા હતા ત્યારે આફતાબે નવી ગર્લફ્રેન્ડને પોતાના ઘરે પણ બોલાવી હતી.
જો કે હત્યાની તારીખ પર સસ્પેન્સ
જે શ્રદ્ધાની હત્યા પર દિલ્હીથી લઈને મુંબઈ સુધી હાહાકાર મચ્યો છે તે હત્યાની તારીખ અંગે હજુ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. આફતાબે દિલ્હી પોલીસને જણાવ્યું કે તેણે 18મી મેના રોજ હત્યા કરી જ્યારે શ્રદ્ધાના મિત્રનો દાવો છે કે તેની શ્રદ્ધા સાથે છેલ્લી વાતચીત જુલાઈના અંતમાં થઈ હતી. મિત્રએ વધુમાં એમ પણ કહ્યું કે ઓગસ્ટથી મને ચિંતા થવા લાગી અને પછી મે કોમન મિત્રોને પછ્યું અને બાદમાં શ્રદ્ધાના ભાઈને જાણકારી આપી.
શ્રદ્ધાના મિત્રએ એમ પણ કહ્યું કે શ્રદ્ધા અને આફતાબ વચ્ચે ખુબ ઝઘડા થતા હતા અને આફતાબ પહેલા પણ તેને મારી નાખવાની ધમકી આપી ચૂક્યો હતો. મિત્રના જણાવ્યાં મુજબ શ્રદ્ધાએ કહ્યું હતું કે તેનો જીવ જોખમમાં છે અને અમે મિત્રોએ તેની મદદ પણ કરી હતી. આ મામલે એ પણ ખુલાસો થયો છે કે હત્યા બાદ આફતાબે શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામથી તેના મિત્રો સાથે વાત કરી હતી.
બીજી યુવતીને બોલાવી ઘરે
ચોંકાવનારી માહિતી એ પણ મળી છે કે શ્રદ્ધાની હત્યા બાદ આરોપી આફતાબ ત્રણ મહિના સુધી ધીરે ધીરે કરીને મૃતદેહના ટુકડાંનો નીકાલ કરી રહ્યો હતો. એવો પણ આરોપ છે કે શ્રદ્ધાની હત્યાના બે મહિના બાદ તે એટલો બેખોફ થઈ ગયો હતો કે એકવાર ફરીથી તેણે ડેટિંગ એપ પર એક્ટિવ થઈને એક યુવતી સાથે મિત્રતા કરી લીધી. આફતાબે શ્રદ્ધાની હત્યાના 20-25 દિવસ અન્ય યુવતી (નવી ગર્લફ્રેન્ડ)ને પોતાના ઘરે બોલાવી હતી. તે યુવતી સાથે સેક્સ પણ કર્યું. આરોપીને પોતાના ગુનાનો પસ્તાવો પણ નહતો કે કાયદાનો કોઈ ડર પણ ન હોય તેવું જણાઈ આવતું હતું.
પુરાવા મીટાવવાની કોશિશ
મળતી માહિતી મુજબ આફતાબે પુરાવા નાશ કરવા માટે સલ્ફર હાઈપોક્લોરિક એસિડનો ઉપયોગ કર્યો. તેણે તેનાથી જમીન સાફ કરી, જેથી કરીને ફોરેન્સિક તપાસ દરમિયાન ડીએનએ સેમ્પલ મળે નહીં. ઝઘડો થયો ત્યારે આફતાબ શ્રદ્ધાની છાતી પર બેસી ગયો અને તેનું ગળું દાબી દીધુ હતું. હત્યા બાદ તેણે શ્રદ્ધાની લાશ બાથરૂમમાં છૂપાવી દીધી. હત્યા પછી જમીન સાફ કરવા માટે એસિડ અને બોડીને કાપવા માટેના તરીકાઓ શોધવા ગૂગલ પર સર્ચ કર્યું હતું. તેણે શ્રદ્ધા અને પોતાના લોહીવાળા કપડાં એમસીડીની કચરો ઉઠાવનારી વેનમાં નાખી દીધા હતા.
'Yes I Killed Her'
પોલીસના જણાવ્યાં મુજબ આફતાબ શરૂઆતથી જ અંગ્રેજીમાં વાત કરી રહ્યો છે. તે બોલી રહ્યો છે કે 'Yes I Killed Her'. જાણવા મળ્યું છે કે હિમાચલમાં આફતાબની બદ્રી નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. બદ્રી પોતે છતરપુર વિસ્તારમાં રહે છે. તેના કહેવા પર જ બંને છતરપુર રહેવા લાગ્યા હતા.
કેટલાક માનવ અંશ મળ્યા
દિલ્હી પોલીસની એક ટીમ સામે જ્યારે આફતાબે પોતાનો ગુનો કબૂલ કર્યો તો ત્યારબાદ પોલીસ આરોપીને લઈને ઘટનાસ્થળે પહોંચી અને એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી હતી. ત્યારબાદ કેટલાક માનવ અંગોના અવશેષો મળ્યા જે જોવામાં ખુબ જૂના લાગતા હતા. અવશેષો ખુલ્લામાં પડ્યા હતા. ખુબ વરસાદના કારણે તે ધોવાઈ ગયા હોય તેવી પણ આશંકા છે. જાનવરોએ ખાઈ નાખ્યા હોય તેવી પણ આશંકા છે. આ સાથે જ ડીએનએ પ્રોફાઈલિંગ દ્વારા હવે એફએસએલ માટે તેના પરિવાર સાથે મેચ કરાવવાનો મોટો પડકાર રહેશે. ડીએનએ પ્રોફાઈલિંગ માટે FSL ઓફિસ તરફથી દિલ્હી પોલીસને એક ડેટ આપવામાં આવશે. તે દિવસે આ કેસના IO પોતાની સાથે શ્રદ્ધાના પરિવાર જે બ્લડ રિલેશનમાં છે તેમને લઈને જશે. અહીં તેમનું સેમ્પલ લઈને પછી મેચ કરાવવાની પ્રોસેસ શરૂ થશે.
શ્રદ્ધાના ઘરવાળા પહોંચ્યા દિલ્હી
પુત્રીની હત્યાની જાણ થતા જ શ્રદ્ધાના પરિવારજનો મુંબઈથી દિલ્હી પહોંચ્યા. થોડા દિવસ પહેલા છોકરીના પપ્પાને લાગ્યું હતું કે તેમની પુત્રીની કોઈ માહિતી નથી. આથી તેમણે મુંબઈ પોલીસ પાસે જઈને ગૂમ થવાની ફરિયાદ નોંધાવી હતી. પિતાએ જણાવ્યું કે શરૂઆતમાં છોકરાએ કહ્યું હતું કે અમારી લડાઈ થઈ છે એટલે તે મને છોડીને ચાલી ગઈ. તેમણે કહ્યું કે હત્યારાને મોતની સજા મળવી જોઈએ અને તપાસ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. તે તેના કાકાની નજીક હતી અને મારી સાથે વધુ વાત કરતી નહતી. મારી આફતાબ સાથે પણ કોઈ વાત થતી નહતી.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube