શ્રદ્ધા મર્ડર કેસમાં આરોપી આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પૂરો થઈ ગયો છે. આફતાબના પોલીગ્રાફ  ટેસ્ટનો ફાઈનલ રિપોર્ટ  તૈયાર થઈ રહ્યો છે. ત્યારબાદ આફતાબનો પહેલી ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. ઝી મીડિયા પાસે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન એક્સપર્ટના સવાલ અને આફતાબના જવાબની એક્સક્લુઝીવ માહિતી છે. જે મુજબ આફતાબે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ કરનારા ફોરેન્સિક અધિકારીઓના હવાલે માહિતી મળી છે કે પોલીગ્રાફી ટેસ્ટમાં આફતાબે કબૂલ કર્યું છે તે તેણે શ્રદ્ધાની હત્યા કરી. આફતાબને શ્રદ્ધાની હત્યાનો કોઈ અફસોસ નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફતાબના ચોંકાવનારા ખુલાસા
એક્સપર્ટના સવાલ અને આફતાબના જવાબની એક્સક્લુઝીવ માહિતી અહીં રજૂ કરી છે. 


એક્સપર્ટ: શું તે શ્રદ્ધાની હત્યા કરી?
આફતાબ: હા
એક્સપર્ટ: શું 18મી મેના રોજ હત્યા કરી?
આફતાબ: હા
એક્સપર્ટ: શું તે બોડી પાર્ટ્સને જંગલમાં ફેંકી દીધા?
આફતાબ: હા
એક્સપર્ટ: શું તે પહેલેથી શ્રદ્ધાની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું?
આફતાબ: હા
એક્સપર્ટ: શું તને શ્રદ્ધાની હત્યાનો અફસોસ છે?
આફતાબ: ના
એક્સપર્ટ: શું તું શ્રદ્ધાને હત્યા કરવાના હેતુથી દિલ્હી લાવ્યો હતો?
આફતાબ: હા
એક્સપર્ટ: શું તારા પરિવારને ખબર હતી કે તે શ્રદ્ધાની હત્યા કરી નાખી છે
આફતાબ: ના


અનેક યુવતીઓ સાથે સંબંધ હોવાનું કબૂલ્યું
આફતાબે અનેક યુવતીઓ સાથે સંબંધ હોવાની વાત પણ કબૂલી. શ્રદ્ધાની હત્યા કર્યા બાદ લાશ જંગલમાં ફેંકવાની વાત કબૂલી. સૂત્રોના જણાવ્યાં મુજબ મોટાભાગના જવાબ આફતાબે આત્મવિશ્વાસ સાથે આપ્યા હતા. 


હત્યા માટે લાવ્યો હતો દિલ્હી!
ઝી મીડિયા પાસે આફતાબનો જે એક્સ્કલુઝીવ રિપોર્ટ છે તે મુજબ આફતાબે 15 દિવસના કાવતરા બાદ શ્રદ્ધાના 35 ટુકડાં કર્યા. હત્યા કરવાના હેતુથી જ તે શ્રદ્ધાને દિલ્હી લાવ્યો હતો. આ વર્ષ 2022ની શરૂઆતમાં બંનેના સંબંધ ખરાબ થવાના શરૂ થઈ ગયા અને ત્યારબાદ ફેબ્રુઆરીમાં શ્રદ્ધા આફતાબથી સંપૂર્ણ રીતે અલગ થઈ એક નવી જિંદગી શરૂ કરવા માંગતી હતી. પરંતુ આફતાબ ક્યારેય એ નહતો ઈચ્છતો કે શ્રદ્ધા તેને છોડીને કોઈ બીજા પાસે જતી રહે. આથી આફતાબે તેને એક છેલ્લી તક આપવા અને બંનેના સંબંધોની એક નવી શરૂઆત કરવાની કોશિશમાં બંને ઉત્તરાંચલ અને હિમાચલની એક લાંબી ટૂર પર નીકળી પડ્યા. પરંતુ આ ટૂર દરમિાયન પણ આફતાબ સતત બીજી યુવતીઓ સાથે વાત કરતો રહેતો હતો. ત્યારબાદ હિમાચલ ટૂર દરમિયાન પણ આફતાબ અને શ્રદ્ધાનો ઝઘડો થયો હતો. આફતાબના બીજી યુવતીઓ સાથેના સંબંધને કારણે શ્રદ્ધાએ 3 મેના રોજ આફતાબથી સંપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય લીધો હતો અને આ વાત શ્રદ્ધાએ આફતાબને પણ બતાવી દીધી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસને કેટલાક એવા પણ પુરાવા મળ્યા છે કે જેનાથી જાણવા મળે છે કે આફતાબ પાછો મુંબઈ જવાની જગ્યાએ જાણી જોઈને શ્રદ્ધાને દિલ્હી લાવ્યો અને એવી જગ્યાએ તેણે ઘર લીધું જ્યાં તે ખુબ સરળતાથી શ્રદ્ધાની હત્યા કરીને લાશ ઠેકાણે લગાવી શકે. સૂત્રોના જણાવ્યાં મુજબ પોલીસને એવું લાગે છે કે આફતાબ  શ્રદ્ધાની હત્યા કરવાના હેતુથી જ તેને દિલ્હી લાવ્યો હતો. 


ગાઢ જંગલ જોઈ લીધો ફ્લેટ
8મી મેના રોજ દિલ્હી આવ્યા બાદ બંને એક દિવસ પહાડગંજની એક હોટલમાં રોકાયા હતા. જ્યાં તેણે જોયું કે અહીં શ્રદ્ધાની હત્યા કરવી શક્ય નથી આથી તેઓ સેદુલ્લાજાબના વિસ્તારની એક હોટલમાં રોકાયા. ફ્લેટની શોધ વખતે આફતાબે જોયું કે છત્તરપુરનો આ વિસ્તાર ખુબ જ ગાઢ વિસ્તારવાળો છે અને થોડે દૂર જ ગાઢ જંગલ છે. આથી આફતાબે આ વિસ્તારમાં ફ્લેટ લેવાનો નિર્ણય લીધો અને ત્યારબાદ બંને 15મી મેના રોજ છત્તરપુર એન્કલેવના ફ્લેટમાં શિફ્ટ થયા હતા. ફ્લેટમાં શિફ્ટ થયા બાદ શ્રદ્ધાએ આફતાબને સ્પષ્ટ કહી દીધુ હતું કે જ્યાં સુધી તેની નોકરી ન લાગી જાય ત્યાં સુધી તે તેની સાથે આ ફ્લેટમાં રહેશે. નોકરી લાગતા જ તે ત્યાંથી ક્યાંક બીજે જતી રહેશે. આ વાતને લઈને બંને વચ્ચે 18મી મેના રોજ ઝઘડો થયો અને નશાની હાલતમાં આફતાબે શ્રદ્ધાનું ગળું દાબીને હત્યા કરી નાખી અને ત્યારબાદ લાશને બાથરૂમમાં છૂપાવી દીધી. 


અત્યાર સુધી મળ્યા 13 હાડકા
પોલીસની તપાસમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આફતાબે શ્રદ્ધાની હત્યા ગળું દાબીને કરી કે પછી તેને ધારદાર હથિયારથી મારી નાખી. કારણ કે પોલીસ સૂત્રોનું કહેવું છે કે તેમને શ્રદ્ધાની લાશ મળી નથી જેથી કરીને પોસ્ટમોર્ટમ થઈ શક્યું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ આ વાતનો ખુલાસો થઈ શકે તેમ હતો કે મોતનું અસલ કારણ શું હતું. હાડકા અને વૈજ્ઞાનિક પુરાવા દ્વારા હત્યાના ટાઈમિંગ અને અસલ કારણ જાણવું મુશ્કેલ હોય છે. પોલીસને અત્યાર સુધીમાં શ્રદ્ધાના 13 હાડકાં, તેના કપડાં, લાશને કાપવાના અનેક ચાકૂ મળ્યા છે. આફતાબના 2 મોબાઈલ ફોન પણ પોલીસને મળી ચૂક્યા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube