Aftab Amin Poonawalla: દિલ્હી પોલીસ આજે શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પુનાવાલાને દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરશે અને આફતાબના રિમાન્ડ વધારવાની માંગણી કરશે. આ સાથે જ દિલ્હી પોલીસ આફતાબ અમીન પુનાવાલાના નાર્કો ટેસ્ટની પણ તૈયારીમાં છે. પરંતુ દિલ્હી પોલીસને આખરે નાર્કો ટેસ્ટ કરાવવાની સ્થિતિ કેમ પેદા થઈ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાની કેમ જરૂર પડી?
વાત જાણે એમ છે કે આફતાબ અમીન પુનાવાલા દિલ્હી પોલીસ સાથે સતત માઈન્ડ ગેમ રમી રહ્યો છે અને પોતાના જવાબોથી કેસને ગૂંચવવાની કોશિશ કરી રહ્યો છે. આફતાબ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અંગે સાચો જવાબ આપતો નથી. શ્રદ્ધાનો મોબાઈલ ક્યાં છે તે સવાલનો જવાબ પણ આફતાબે આપ્યો નથી. આથી પોલીસ નાર્કો ટેસ્ટની મદદથી આ કોકડું ઉકેલવાની કોશિશ કરે છે. 


શ્રદ્ધા હત્યા કેસ ગૂંચવાઈ રહ્યો છે
પ્રાથમિક તપાસમાં શ્રદ્ધા હત્યા કેસ જેટલો સીધો દેખાતો હતો એટલો જ હવે પેચીદો બની રહ્યો છે. પોલીસ માટે સૌથી મોટી પરેશાની એ છે કે હજુ સુધી આફતાબની બતાવેલી જગ્યાથી શ્રદ્ધાનું માથું મળ્યું નથી. મેહરોલીના જંગલમાંથી પોલીસને અત્યાર સુધીમાં લગભગ 13 હાડકાં મળ્યા છે, જેને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે અને તેની તપાસ પણ થઈ રહી છે. ત્યારબાદ આ હાડકાના ડીએનએને શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવશે. 


આ તમામ પડકારો ઉપરાંત પણ એક મોટો પડકાર દિલ્હી પોલીસ માટે એ છે કે આફતાબના જણાવ્યા પર હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, શ્રદ્ધાનો ફોન, ઘટના સમયે પહેરેલા કપડાં અને અન્ય અનેક ચીજો પણ મેળવવાની છે જેના માટે આફતાબના રિમાન્ડની જરૂર છે. આથી શ્રદ્ધા હત્યા કેસ માટે આજનો દિવસ ખુબ મહત્વનો સાબિત થશે. શ્રદ્ધા હત્યાકાંડમાં દિલ્હી પોલીસની અત્યરા સુધીની તપાસનો જે રિપોર્ટ ઝી મીડિયા પાસે છે તેનાથી જાણવા મળ્યું છે કે દિલ્હી પોલીસે આફતાબને અત્યાર સુધીમાં કયા કયા સવાલ કર્યા અને તેણે શું જવાબ આપ્યા. 


પહેલો સવાલ
પોલીસ- હત્યા ક્યારે અને કેવી રીતે કરી?
આફતાબ- 18મી મેની રાતે શ્રદ્ધા સાથે ઝઘડો થયો. ઝઘડા પહેલા પણ થતા હતા. પરંતુ તે દિવસે વાત વધી ગઈ. અમારી બંને વચ્ચે હાથાપાઈ થઈ. મે શ્રદ્ધાને પટકી દીધી. તેની છાતી પર બેસીને ગળું દબાવવા લાગ્યો. થોડીવાર બાદ તેણે દમ તોડ્યો.


બીજો સવાલ
પોલીસ- બોડી સાથે શું કર્યું?
આફતાબ- શ્રદ્ધાની લાશ ઢસડીને બાથરૂમમાં લઈ ગયો. આખી રાત લાશ બાથરૂમમાં પડી રહી. 


ત્રીજો સવાલ
પોલીસ- બોડીના ટુકડાં  ક્યારે અને કેવી રીતે કર્યા?

આફતાબ- 19મી મેના રોજ બજાર ગયો. લોકલ માર્કેટથી 300 લીટરનું ફ્રિજ ખરીદ્યું. કીર્તિ ઈલેક્ટ્રોનિક શોપથી ફ્રિજ લીધું. બીજી દુકાનથી આરી લીધી. રાતે તે જ બાથરૂમમાં લાશના ટુકડાં કર્યા. મેં થોડા દિવસ શેફની નોકરી પણ કરી હતી. તે દરમિયાન ચિકન-મટનના પીસ કરવાની પણ ટ્રેનિંગ લીધી હતી. 19મી મેના રોજ લાશના કેટલાક ટુકડાં કર્યા હતા. તેમને પોલીથીનમાં ભરીને ફ્રિજના ફ્રિજરમાં મૂકી દીધા. બાકીનો મૃતદેહ ફ્રિજના નીચેના ભાગમાં રાખ્યો. 


ચોથો સવાલ
પોલીસ- કેટલા દિવસસુધી બોડીના ટુકડાં કર્યા?

આફતાબ- બે દિવસ સુધી, 19 અને 20મી મે સુધી


પાંચમો સવાલ
પોલીસ- બોડીના ટુકડાંને ઠેકાણે લગાવવાનું ક્યારે શરૂ કર્યું?

આફતાબ- 19 અને 20મીની રાતે પહેલીવાર કેટલાક ટુકડાં ફ્રિજરથી કાઢીને બેગમાં રાખ્યા હતા. પહેલી રાત બેગમાં ઓછા ટુકડાં રાખ્યા હતા. કારણ કે લાશના ટુકડાં સાથે મોડી રાતે બહાર નીકળવામાં હું ગભરાઈ રહ્યો હતો. ક્યાંક રસ્તામાં પોલીસ તલાશી ન લે. 


છઠ્ઠો સવાલ
પોલીસ- કેટલા દિવસમાં લાશના તમામ ટુકડાં ફેંક્યા?

આફતાબ- બરાબર યાદ નથી...ઓછામાં ઓછા 20 દિવસ સુધી હું લાશના ટુકડાં ફેકતો રહ્યો હતો. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube